સુરત : અયોધ્યા રામ મંદિરને લઈ લોકોમાં ઉત્સાહ, માનવ સાંકળ દ્વારા ધનુષ્યની પ્રતિકૃતિ બનાવી, જુઓ વીડિયો
સુરત : અયોધ્યા રામ મંદિરને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતીઓ દ્વારા માનવ સાંકળ દ્વારા શ્રી રામના ધનુષ્યની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. વેડ રોડ ગુરુકુળ ખાતે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માનવ સાંકળથી શ્રી રામનું ધનુષ્ય રચવામાં આવ્યું હતું.
સુરત : અયોધ્યા રામ મંદિરને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતીઓ દ્વારા માનવ સાંકળ દ્વારા શ્રી રામના ધનુષ્યની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે.
વેડ રોડ ગુરુકુળ ખાતે અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માનવ સાંકળથી શ્રી રામનું ધનુષ્ય રચવામાં આવ્યું હતું.ગુરુકુળના બાળકોની માનવ સાંકળ દ્વારા ધનુષ્ય બનાવામાં આવ્યું હતું.
ઓડિશા, ગુજરાત અને રાજસ્થાનમાં 22 જાન્યુઆરીએ રામ લલ્લાના પ્રાણપ્રતિષ્ઠા અવસરે હાફ ડે જાહેર કરવામાં આવ્યો છે. લોકોમાં ધાર્મિક અવસરને લઈ અનેરો ઉત્સાહ છે. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે. દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : સુરતમાં રામલલ્લાની ઝલક દર્શાવતી ભવ્ય રંગોળી બનાવવામાં આવી, જુઓ વીડિયો
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો