Surat : પુણામાં યુવતીના ગળું કાપવાના પ્રયાસની ઘટનામાં દુષ્કર્મનો પ્રતિકાર કરવાની યુવકે સજા આપી હોવાનું સામે આવ્યું, જુઓ CCTV Video

Surat : પુણામાં યુવતીના ગળું કાપવાના પ્રયાસની ઘટનામાં દુષ્કર્મનો પ્રતિકાર કરવાની યુવકે સજા આપી હોવાનું સામે આવ્યું, જુઓ CCTV Video

| Edited By: | Updated on: Oct 18, 2023 | 8:31 AM

Surat : સુરતના પુણા(Puna)ગામ વિસ્તારમાં ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડ(Grishma Vekariya Murder Case )ની ઘટનાનું પુનરાવર્તન કરવાના પ્રયાસની ઘટનામાં CCTV Footage સામે આવ્યા છે.અહીં એક હોટલમાં પ્રેમીએ  પ્રેમિકાનું ગળું કાપી લોહીલુહાણ કરી નાંખી હતી. પોલીસ તપાસમાં આ ઘટના અંગેના સીસીટીવી વિડીયો મળ્યા છે. આ વીડિયોના આધારે પોલીસે હુમલાખોર પ્રેમી સામે મજબૂત પુરાવા એકત્રિત કર્યા છે.

Surat : સુરતના પુણા(Puna)ગામ વિસ્તારમાં ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડ(Grishma Vekariya Murder Case )ની ઘટનાનું પુનરાવર્તન કરવાના પ્રયાસની ઘટનામાં CCTV Footage સામે આવ્યા છે.અહીં એક હોટલમાં પ્રેમીએ  પ્રેમિકાનું ગળું કાપી લોહીલુહાણ કરી નાંખી હતી. પોલીસ તપાસમાં આ ઘટના અંગેના સીસીટીવી વિડીયો મળ્યા છે.

આ વીડિયોના આધારે પોલીસે હુમલાખોર પ્રેમી સામે મજબૂત પુરાવા એકત્રિત કર્યા છે. ઉલ્લેખનીય છે કેદુષ્કર્મનો પ્રતિકાર કરવાથી ફોન વ્યસ્ત આવવાની નજીવી બાબતના બહાને યુવતીની હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપવા પ્રયાસ કરાયો હતો.

આ પણ વાંચો : Dang : એક સમયે બકરા ચરાવતો ગુજરાતનો મુરલી ગાવિત National Open Athleticsમાં Gold Medal જીત્યો, વાંચો Dang Express તરીકે ઓળખાતા દોડવીરની સંઘર્ષગાથા

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ હુમલાની ઘટનાને અંજામ આપવાના પ્રયાસ પાછળનું કારણ અત્યંત સામાન્ય હતું.  યુવતીનો ફોન વ્યસ્ત આવતા અત્યંત શંકાશીલ સ્વભાવના પ્રેમીએ તેની પ્રેમિકા સાથે તકરાર શરૂ કરી હુમલો કરી નાખ્યો હતો. ઘટના બાદ સુરત પોલીસે હુમલાખોર પ્રેમીની ધરપકડ કરી લીધી હતી. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે દુષ્કર્મનો પ્રતિકાર કરતા તેના ઉપર ચપ્પુથી હુમલો કરાયો હતો.

આ પણ વાંચો : Surat Video : ગ્રીષ્મા હત્યાકાંડનું પુનરાવર્તન થતું રહી ગયું, મોબાઈલ વ્યસ્ત આવતા પ્રેમિકાના ગળા પર ચપ્પુ હુલાવનાર પ્રેમીની ધરપકડ

CCTV Footage માં નજરે પડે છે યુવક અને યુવતી હોટલમાં પહોંચ્યા હતા. તકરાર બાદ યુવતી ઉપર હુમલો કરાયો હતો. પોલીસ દ્વાર હોટલ સ્ટાફની મદદથી ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવતા આ પ્રયાસથી ગ્રીષ્મ વેકરીયાની જેમ વધુ એક યુવતીને કમોતે કરુણ અંજામને પામતા બચાવી લેવામાં સફળતા મળી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 18, 2023 08:30 AM