સુરત: બારડોલી તાલુકાના ઈસરોલી ગામમાં ચડ્ડીબનિયાનધારી લૂંટારુ ત્રાટક્યા, જુઓ વીડિયો
સુરત : બારડોલી તાલુકાના ઈસરોલી ગામે મળસ્કે બુકાની બાંધી ચડ્ડી બનિયાનધારી લૂંટારુ ત્રાટકયા હતા. ઇસરોલી ગામે ડ્રિમ હોમ્સમાં બુકાનીધારીઓ લૂંટના ઇરાદે ઘુસ્યા હતા. ઘટનાને અંજામ આપી ફરાર થયેલા લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.
સુરત : બારડોલી તાલુકાના ઈસરોલી ગામે મળસ્કે બુકાની બાંધી ચડ્ડી બનિયાનધારી લૂંટારુ ત્રાટકયા હતા. ઇસરોલી ગામે ડ્રિમ હોમ્સમાં બુકાનીધારીઓ લૂંટના ઇરાદે ઘુસ્યા હતા. ઘટનાને અંજામ આપી ફરાર થયેલા લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. બનાવની જાણ પોલીસતંત્રને કરવામાં આવતા ઘટનાસ્થળે દોડી આવી ફૂટેજના આધારે ગુનેગારોની શોધખોળ આરંભી છે.
લૂંટારુઓએ એક સાથે ચાર થી પાંચ ઘરોમાં ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપવા પ્રયાસ કર્યો હતો. એક ઘરમાં સોના ચાંદીના દાગીના તેમજ 20 હજારથી વધુની રોકડની ચોરી દરમિયાન સ્થાનિકો જાગી જતા રહીશોએ બુકાનીધારીઓનો સામનો કર્યો હતો. ઝપાઝપી દરમિયાન બે લોકોને ઇજા પહોંચાડી લૂંટારુ નાસી છૂટ્યા હતા. આ બુકાનીધારી લૂંટારુ ગેંગ સીસીટીવીમાં કેદ થયા હતા. પોલીસે ફૂટના આધારે લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.
Input Credit : Jignesh Mehta- Bardoli
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
