સુરત : હરણી બોટ દુર્ઘટના બાદ સતર્કતામાં વધારો થયો, સુરત કલેક્ટર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ, જુઓ વીડિયો
સુરત : વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટના બાદ સુરત કલેક્ટર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવેથી નદી-તળાવોમાં બોટિંગનો પેટા કોન્ટ્રાક્ટ આપી શકાશે નહીં.
સુરત : વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ઘટના બાદ સુરત કલેક્ટર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હવેથી નદી-તળાવોમાં બોટિંગનો પેટા કોન્ટ્રાક્ટ આપી શકાશે નહીં.
સ્ટાફને રેસ્ક્યુ સહિતની તાલીમ આપવી ફરજિયાત રહેશે. સુરત શહેરમાં વિવિધ રાઇડને લઇને પણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. વડોદરા શહેરમાં તળાવમાં બોટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા હતા. પોલીસે હવે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.આ મામલામાં 19 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
આ પણ વાંચો : સુરત : મહિધરપુરા પોલીસે બે રીઢા વાહન ચોર ઝડપી પાડી 16 વાહન કબ્જે કર્યા, જુઓ વીડિયો
Published on: Jan 26, 2024 09:58 AM