SURAT : માથે ગેસનો સિલિન્ડર, તેલનો ડબ્બો, મોંઘવારીના બેનરો સાથે ખૈલેયાઓ ગરબે ઘુમ્યાં

એક તરફ કોરોના મહામારીને કારણે ધંધારોજગાર ઠપ્પ છે. તો બીજી તરફ મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, રાંધણ ગેસના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વધતી જતી મોંઘવારીને લઈને સુરતમાં વિરોધ સામે આવ્યો છે.

SURAT : માથે ગેસનો સિલિન્ડર, તેલનો ડબ્બો, મોંઘવારીના બેનરો સાથે ખૈલેયાઓ ગરબે ઘુમ્યાં
SURAT: Gas cylinder on top, can of oil, Khaileyas with expensive banners


હાલમાં નવરાત્રિ પર્વની રાજયભરમાં ઉત્સાહ છે. તો બીજી તરફ મોંઘવારીથી આમ જનતા પરેશાન છે. ત્યારે સુરતમાં નવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણીમાં કેટલાક ખૈલેયાઓએ મોંઘવારીના નામે ગરબે ઘુમ્યાં છે. લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. ત્યારે સુરતમાં મોંઘવારીને લઈને અનોખો વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે. આ વાત બની છે સુરતના પુણા વિસ્તારમાં આવેલી સત્ય નારાયણ સોસાયટીમાં, જયાં રહીશોએ પેટ્રોલ,ડીઝલ, ગેસનો બાટલો સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી માતાજીના ગરબા રમ્યા હતા.

એક તરફ કોરોના મહામારીને કારણે ધંધારોજગાર ઠપ્પ છે. તો બીજી તરફ મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, રાંધણ ગેસના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વધતી જતી મોંઘવારીને લઈને સુરતમાં વિરોધ સામે આવ્યો છે. સત્યનારાયણ સોસાયટીમાં બાળકો, મહિલાઓ અને પુરુષોએ પેટ્રોલ,ડીઝલ, ગેસની બોટલો સહિતની ચીજવસ્તુઓ લઈને અને વિવિધ બેનરો ગળામાં લગાવી વિરોધની સાથે ગરબે ઘૂમ્યા હતા.

બીજી તરફ બાળકો માથા પર ગરબીને બદલે તેલનો ડબ્બો, પેટ્રોલ-ડીઝલ અને પુરુષો તેમજ મહિલાઓ રાંધણ ગેસનો બાટલો લઈને ગરબે ઘૂમ્યા હતાં. સત્યનારાયણ સોસાયટીમાં રહેતા મનાલીબેને જણાવ્યું હતું કે, એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. આ બધા વચ્ચે મોંઘવારી વધી રહી છે. લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે અમે અનોખી રીતે ગરબે ઘૂમી સરકારને મોઘવારી કાબૂમાં લેવા રજૂઆત કરી છે.

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati