સુરત : 18મી લોકસભા ચૂંટણી માટે સી આર પાટીલે પ્રચારના શ્રી ગણેશ કર્યા, જુઓ વીડિયો
સુરત : 18મી લોકસભા એટલેકે લોકસભા ચૂંટણી 2024 માટે ભારતમાં એપ્રિલ અને મે 2024 વચ્ચે મતદાન યોજાવાની અપેક્ષા છે. લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી લોકસભા ચૂંટણી એપ્રિલ-મે 2019માં યોજાઈ હતી. સમય નજીક આવવાનો ઇંતેજાર ન કરી ભાજપાએ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.

ગત લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારની રચના કરી હતી જેમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા હતા.સુરતથી સી.આર.પાટીલે આગામી ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરાવ્યો છે. ભીત પર પોસ્ટર લગાવી અભિયાનની શરૂઆત કરાઈ હતી. પાટીલે આશાવાદ વ્યક્ત કર્યો છે કે ફરી એકવાર મોદી સરકાર જીત મેળવશે. ઉધના ત્રણ દરવાજા પાસે કાર્યકારોની હાજરીમાં અભિયાનનો પ્રારંભ કરાયો હતો.