સુરત: પાંડેસરા GIDC મિલમાં આગ, ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળ પર

સુરતમાં સવાર-સવારમાં જ એક દુર્ઘટના બની છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક આગનો બનાવ બન્યો છે. અહીં જીઆઇડીસી મિલમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આગ એટલી ભયંકર છેકે ફાયર વિભાગમાં દોડધામ મચી છે.

સુરતમાં સવાર-સવારમાં જ એક દુર્ઘટના બની છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક આગનો બનાવ બન્યો છે. અહીં જીઆઇડીસી મિલમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આગ એટલી ભયંકર છેકે ફાયર વિભાગમાં દોડધામ મચી છે. અને, ફાયરની 15 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે. અને, આગને ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આગ કયાં કારણોસર લાગી છે તે હજું જાણી શકાયું નથી. આ સાથે જ આગમાં કેટલું જાનમાલનું નુકસાન થયું છે તેને લઇને પણ કોઇ અહેવાલો સાંપડયા નથી.

સુરતમાં પાંડેસરા જીઆઈડીસીમાં રાણી સતી નામની મિલમાં 10 વાગ્યા આસપાસ આગ લાગતા દોડધામ મચી હતી. જેની જાણ થતા ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ એટલી ભયંકર હતી કે આગના ધુમાડા  બે કિલોમીટર સુધી નજરે પડયા હતા. હાલ ફાયર વિભાગ દ્વારા  પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

પાંડેસરા જીઆઇડીસીની મિલમાં ડાઇંગ પ્રિન્ટીંગની અંદર આગ એકાએક આગ ભભૂકી ઉઠતા જોતજોતામાં આગે આખી મિલને લપેટમાં લીધી હતી. આગ લાગતાં આસપાસની મિલોમાં પણ ફફડાટ ફેલાયો છે. એકાએક આગ ભભૂકી ઉઠતા વિસ્તારની દોડધામ મચી જવા પામી છે.

ડાઇંગ પેઇન્ટિંગની અંદર જે કેમિકલ અને યાર્નનો ઉપયોગ થાય છે તે પેટ્રોલીયમ પદાર્થોની તૈયાર થતો હોય છે અને તેના કારણે તે ખૂબ જ્વલનશીલ હોય છે. આ પદાર્થ ઉપર સાદા પાણીથી કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે તેથી ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો છે.

  • Follow us on Facebook

Published On - 11:29 am, Sat, 27 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati