Surat : ઓલપાડના ખેડૂતો મુશ્કેલીમાં ! ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ડાંગરનો પાક સ્ટેટ હાઇવે પર સુકવવા મજબૂર, જુઓ Video
સુરતના ઓલપાડમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેતરોમાં પાણી ભરાઇ રહેતા સૂકાયા નથી. જેના કારણે ખેડૂતોએ પોતાનો પાક સ્ટેટ હાઇવે પર સૂકવી દીધો છે.
સુરતના ઓલપાડમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેતરોમાં પાણી ભરાઇ રહેતા સૂકાયા નથી. જેના કારણે ખેડૂતોએ પોતાનો પાક સ્ટેટ હાઇવે પર સૂકવી દીધો છે. મળતી માહિતી અનુસાર કીમ-ઓલપાડ સ્ટેટ હાઇવે પર આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં, એક તરફના પટ્ટા પર ડાંગરનો પાક પાથરેલો જોવા મળે છે. ડાંગર સૂકવીને ખેડૂતો તેના પર 24 કલાક પહરેદારી પણ કરી રહ્યા છે. જેથી ડાંગરની ચોરી ના થાય.
ઓલપાડના ખેડૂતો મુશ્કેલીમાં !
વાહનોથી ધમધમતા હાઇવે પર પાક સૂકવતા ખેડૂતોની કફોડી સ્થિતિ સમજી શકાય છે. તો બીજી તરફ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં છે. દિવસમાં તો તેઓ એક તરફના પટ્ટા પર વાહન હંકારી લે પરંતુ, રાતે વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. આવી સ્થિતિમાં ખેડૂતોના સૂકવેલા પાકમાં નુકસાન થવાની પણ ભીતિ છે. આ સિવાય, હવામાન વિભાગે માવઠાની આગાહી કરતા ખેડૂતો ચિંતિત છે.
