Surat : ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધથી ખેડૂત સમાજ નારાજ, PM મોદીને પત્ર લખી નિર્ણય પરત ખેંચવા માંગ કરાઈ

ખેડૂત સમાજ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખાયેલ પત્રમાં ઘઉંની નિકાસનો પ્રતિબંધ પાછો ખેંચવા સહિતની 9 માંગણીઓ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. નિકાસ ઉપર પ્રતિબંધની સરકારે કરેલી જાહેરાતથી ખેડૂતોને મોટું નુક્શાન થવાની ભીતિ આ પત્રમાં વ્યક્ત કરાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 10:48 AM

ધરતીનો તાત(Farmer) સરકાર સામે નારાજ થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંની નિકાસ(Restrictions on wheat exports) પર કેન્દ્ર દ્વારા લગાવાયેલા પ્રતિબંધથી ખેડૂત સમાજ નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. આ મામલે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ખેડૂત સમાજે તાત્કાલિક અસરથી નિર્ણય પરત ખેંચવા માંગ કરી છે. આ ઉપરાંત અન્ય કેટલીક માંગ પણ રજૂ કરવામાં આવી છે. કુલ 9 માંગણીઓને લઈ ખેડૂત સમાજે દેશના વડાપ્રધાન સમક્ષ રાવ નાખી છે જેઓ નિર્ણય પરત ન ખેંચાય તો ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ વ્યક્ત કરી રહયા છે.

ખેડૂત સમાજ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખાયેલ પત્રમાં ઘઉંની નિકાસનો પ્રતિબંધ પાછો ખેંચવા સહિતની 9 માંગણીઓ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. નિકાસ ઉપર પ્રતિબંધની સરકારે કરેલી જાહેરાતથી ખેડૂતોને મોટું નુક્શાન થવાની ભીતિ આ પત્રમાં વ્યક્ત કરાઈ છે. ખેડૂતોએ જણાવ્યું છે કે એકતરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરી રહી છે તો સામે આવા નિર્ણય નુકશાનકારક સાબિત થઇ રહ્યા છે. આ ઉપરાંત અન્ય મુખ્ય મંગોમાં ખેડૂતો દ્વારા ઘઉંના MSP કવીંટલ દીઠ 3000 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ ડીઝલ પર 50% સબસીડી અને ખેત વપરાશ ના સાધનો પર જીએસટી નાબૂદ કરવાની પણ માંગ કરવામાં આવી છે. ખેડૂતો અનુસાર ધરતીપુત્રોએ કોરોનાકાળ દરમ્યાન પણ અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે જેમને પ્રિ કોવિડ સ્તરે લાવવા પૂરતા પ્રયાસ થવા જોઈએ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">