SURAT: સુરત પાલિકાએ નોંધાવી ! કોરોના ટેસ્ટ નેગેટિવ છતા 2 દિવસ ક્વોરોન્ટાઇન રાખ્યો પરિવાર, જાણો કારણ

સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારના ડી.ખુશાલભાઈ જ્વેલર્સના સંચાલકે 3 જાન્યુઆરીએ પરિવારના સભ્યોના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. 8 જાન્યુઆરીએ પાલિકામાંથી કોલ આવ્યો હતો કે તેમના ઘરના તમામ 6 લોકો કોરોના પોઝિટિવ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 1:38 PM

એક તરફ કોરોનાના કેસ (Corona case) રાજ્યમાં તીવ્ર ગતિથી વધી રહ્યા છે. બીજી તરફ સુરત (Surat)માં કોરોના ટેસ્ટિંગ (Corona testing)કરવામાં બેદરકારી સામે આવી છે. સુરતમાં જ્વેલર્સના ઘરના 6 સભ્યોને પહેલા પોઝિટિવ બતાવી તંત્રએ ક્વોરોન્ટાઇન(Quarantine) રાખ્યા, જોકે બાદમાં જાણવા મળ્યુ કે આ તમામના કોરોના ટેસ્ટ નેગેટિવ હતા.

પાલિકાની ઘોર બેદરકારી આવી સામે

સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારના ડી.ખુશાલભાઈ જ્વેલર્સના સંચાલકે 3 જાન્યુઆરીએ પરિવારના સભ્યોના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. 8 જાન્યુઆરીએ પાલિકામાંથી કોલ આવ્યો હતો કે તેમના ઘરના તમામ 6 લોકો કોરોના પોઝિટિવ છે. જો કે બે દિવસ બાદ જાણ થઇ કે તેમના પરિવારના એકપણ સભ્યને કોરોના નથી. બે દિવસથી પરિવાર માત્ર પાલિકાએ કરેલા કોલના આધારે ઘરમાં જ ક્વોરોન્ટાઇન હતો.

સ્કૂલમાંથી રિપોર્ટ માગતા થઇ જાણકારી

કોર્પોરેશનની કામગીરીમાં બેદરકારી હોવાનું ત્યારે સામે આવ્યું જ્યારે જવેલર્સ સંચાલકના પરિવારના દીકરાને સ્કૂલમાં રિપોર્ટ જમા કરાવવાનો આવ્યો. જ્વેલર્સનો દીકરો કોરોના પોઝિટિવ હોવાથી સ્કૂલમાંથી પોઝિટિવ ટેલ્ટ હોવોનો રિપોર્ટ માગવામાં આવ્યો હતો. જેથી જ્વેલર્સ સંચાલકે પાલિકામાંથી ટેસ્ટનો રિપોર્ટના માગ્યો હતો. જો કે તે સમયે પાલિકામાંથી એવો જવાબ મળ્યો કે તેમના પરિવારના તમામના રિપોર્ટ નેગેટિવ છે.

આ પણ વાંચોઃ

મંત્રીઓ અને અધિકારીઓ બાદ હવે પોલીસ બેડામાં પણ લાગુ પડશે નો રિપીટ થિયરી

આ પણ  વાંચોઃ

Ahmedabad: વિવેકાનંદ વોર્ડમાં ભાજપના મહામંત્રી મહેશ આચાર્યએ AMCનાં સુપરવાઈઝરને લાફો ઝીંકી દીધો? મામલો પોલીસ મથકમાં પહોચ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">