Surat Breaking News : ઉધનામાં ડાઈંગ મીલમાં આગ લગતા 7 ફાયર ટેન્ડરની મદદથી કાબુ મેળવાયો, એક ફાયરકર્મી ઈજાગ્રસ્ત, જુઓ વીડિયો
સુરત : સુરત શહેરમાં વહેલી સવારે આગની ઘટના બતા ઉધના વિસ્તાર ઇમરજન્સી સાયરનોથી ગુંજી ઉઠ્યું હતું. ઉધના રોડ નંબર ત્રણ પર ડાઇંગ મિલમાં આગ લગતા દોડધામ મચી હતી. ઉદ્યોગનગર રોડ નંબર ત્રણ પર આવેલી શંકર ડાઇંગ મિલમાં આ ઘટના બનતા ફાયર બ્રિગેડ મદદે બોલાવાયું હતું.

આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ લાગતા ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવાયો હતો. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી નથી. ઘટનામાં ફાયર ઓફિસર મનોજ શુક્લા ઈજાગ્રસ્ત થયા છે. મનોજ શુક્લના કમર પર સિમેન્ટનું પતરું ઉપરથી પડતા તે ઈજાગ્રસ્ત થયા હતા. ફાયર ઓફિસરણ મનોજ શુક્લાને તાત્કાકિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘણાની પોલીસ સહિતની એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. હાલમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો