સુરત : સ્ટ્રીટ લાઇટ નાંખવાની કામગીરી દરમિયાન વીજ કંપનીના 7 કર્મચારીઓને કરંટ લાગ્યો, જુઓ વીડિયો

સુરત : સ્ટ્રીટ લાઇટ નાંખવાની કામગીરી દરમિયાન વીજ કંપનીના 7 કર્મચારીઓને કરંટ લાગ્યો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 06, 2024 | 12:27 PM

સુરત : માંડવી પુલ પાસે સ્ટ્રીટ લાઇટ નાંખવાની કામગીરી દરમિયાન 7 વીજ કર્મચારીઓને કરંટ લાગ્યો છે. દાઝી ગયેલા તમામ કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માંડવીના નવા પુલથી ધોબીના નાકા સુધી સ્ટ્રીટ લાઇટ નાંખવાની કામગીરી દરમિયાન ઘટના બની હતી.

વીજ પોલ ઉભા કરવાની કામગીરી ચાલતી હતી ત્યારે ઉપરથી પસાર થતી હાઇટેન્શન લાઇન અવરોધ બની હતી.કામ કરતા 7 કર્મચારીઓને વીજ કરંટ લાગ્યો હતો. અહીં મહત્વનું છે કાકરાપાર અણુમથક દ્વારા સ્ટ્રીટ લાઇટ નાંખવા ગ્રાન્ટ અપાઇ છે. જે અંતર્ગતની કામગરીમાં વીજ કરંટની ઘટના બની હતી.

વીજ કરંટ લાગતા કર્મચારીઓ જમીન પર પટકાયા હતા. બાદ સ્થાનિકોએ આવીને તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા જેમાંથી 5ને રેફરલ હોસ્પિટલ તો અન્ય 2 કર્મીઓને સુરત સિવિલ ખાતે ખસેડ્યા હતા. ઘટના બાદ સ્થાનિક સાંસદ પ્રભુ વસાવા પણ સ્થળ પર પહોંચ્યા હતા અને એજન્સી સામે બેદરકારીનો આક્ષેપ કર્યો હતો.

Input Credit : Jignesh Mehta- Bardoli 

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 06, 2024 11:28 AM