સુરત ક્રાઇમ બ્રાંચે રૂપિયા 1 કરોડનો ગાંજો ઝડપ્યો, એક વ્યક્તિની ધરપકડ કરાઇ

સુરત DCBએ નિયોલ ચેકપોસ્ટ પરથી આ જથ્થો ઝડપ્યો છે. તેમજ ગાંજા સાથે અરુણ મહાદીપ નામના શખ્સની ધરપકડ પણ કરી છે. જેમાં આ શખ્સ ટ્રાન્સપોર્ટ મારફતે ગાંજો લઇને આવતો હતો હતો.

ગુજરાતમાં (Gujarat) છેલ્લા ઘણા દિવસોથી અનેક સ્થળોએ ડ્રગ્સ (Drugs)ઝડપાય રહ્યું છે. જેમાં આજે સુરત (Surat) ક્રાઇમ બ્રાંચે(Crime Branch)રૂપિયા 1 કરોડનો ગાંજો ઝડપ્યો છે. જેમાં ડ્રગ્સ અગેઇન નો કોમ્પરોમાઇઝ અભિયાન અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સુરત DCBએ નિયોલ ચેકપોસ્ટ પરથી આ જથ્થો ઝડપ્યો છે. તેમજ ગાંજા સાથે અરુણ મહાદીપ નામના શખ્સની ધરપકડ પણ કરી છે. જેમાં આ શખ્સ ટ્રાન્સપોર્ટ મારફતે ગાંજો લઇને આવતો હતો હતો.

સુરત ક્રાઇમ બ્રાન્ચને પ્રાથમિક તપાસમાં આરોપી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું માલૂમ પડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓને ચેતવણી આપી છે. તેમણે લાજપોર જેલના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, જે કોઈ પણ ગુજરાત અને સુરતમાં ડ્રગ્સ લાવવાનો પ્રયત્ન કરશે તેમનું નવું સરનામુ લાજપોર જેલ હશે.

જયારે આ તરફ ગુજરાતના જામનગરમાં ATS અને સ્થાનિક પોલીસે મળીને જમીનમાં દાટેલું 10 કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીઓએ પૂછપરછ દરમિયાન જમીનમાં ડ્રગ્સ દાટ્યું હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે સ્થાનિક પોલીસે 2 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ શોધી કાઢ્યું હતું. હાલ ATSએ ડ્રગ્સ જપ્ત કરી વધુ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણીની થઈ જાહેરાત, 10,882 ગ્રામ પંચાયતોમાં આ તારીખે યોજાશે મતદાન

આ પણ વાંચો : વિસનગર APMCની ચૂંટણી : 10 બેઠક માટે ભાજપ અને AAPના કુલ 21 ઉમેદવારો મેદાનમાં

Click on your DTH Provider to Add TV9 Gujarati