Surat : સેનેટની મતગણતરી દરમ્યાન ABVP અને AAPના કાર્યકરો વચ્ચે મારામારી, એક કાર્યકર ઘાયલ

સુરતમાં ABVP અને AAPના કાર્યકરો વચ્ચે મારામારી થઈ છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટના પરિણામ સમયે બંને પક્ષો વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. જેમાં AAPના એક કાર્યકરને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 6:15 PM

સુરતમાં(Surat) ભાજપની વિદ્યાર્થી પાંખ એબીબીપી ( ABVP ) અને આમ આદમી પાર્ટી( AAP) ના કાર્યકરો વચ્ચે મારામારી થઈ છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટના પરિણામ સમયે બંને પક્ષો વચ્ચે જોરદાર મારામારી થઈ હતી. જેમાં AAPના એક કાર્યકરને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયો છે. આ બબાલને પગલે થોડા સમય માટે મતગણતરી અટકાવવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની 15 બેઠકો પર 43 ઉમેદવારો મેદાનમાં હતા.

Surat : મિનીબજારમાં બિલ્ડિંગની છતનો ભાગ ધરાશાયી, 30 કરતા વધુ વાહનને નુકશાન

સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તે જ સમયે, સુરતના મીની બજાર સ્થિત શ્રેયસ ડાયમંડ બિલ્ડીંગની છતનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનાને લઈને ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બિલ્ડિંગની નીચે પાર્ક કરેલી બાલ્કનીના એક ભાગને નુકસાન થયું હતું, જ્યાં લગભગ 30 વાહનો કચડાઈ ગયા હતા.

ઘટના અંગે સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અહીં ફાયર વિભાગે કાટમાળ હટાવવાની કામગીરી કરી હતી. જોકે, સદનસીબે બિલ્ડિંગની નીચે કોઈ ન હોવાથી કોઈને ઈજા થઈ ન હતી. ઘટના સમયે જ્વેલર્સ બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા.

ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ફાયર વિભાગે અહીં આવી તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને કારણે અહીં 30 વાહનો કાટમાળ નીચે કચડાઈ ગયા હતા. અહીં કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. અને આ અંગે પાલિકાના સત્તાધીશોને જાણ કરવામાં આવી હતી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">