સુરત : સિવિલના તબીબનું બીમારીથી મોત, પરિવારે સિનિયર્સ પર રેગિંગ અને ટોર્ચરના લગાવ્યા ગંભીર આરોપ

સુરત : સિવિલના તબીબનું બીમારીથી મોત, પરિવારે સિનિયર્સ પર રેગિંગ અને ટોર્ચરના લગાવ્યા ગંભીર આરોપ

| Edited By: | Updated on: Jan 10, 2024 | 4:50 PM

મૃતક ડોક્ટર રામાણીના પિતાએ ડીનમાં ફરિયાદ કરી છે. સતત કામના કારણે બેભાન થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તો તબીબોએ કહ્યું કામ નથી કરવું માટે નાટક કરે છે. સિનિયર તબીબો પર રેગિંગ અને યુનિટ હેડ ટોર્ચર કરતા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

સુરત સિવિલના રેસિડેન્સ તબીબનું બીમારીથી મોત થતાં પરિવારે સિનિયર્સ અને હેડ પર ત્રાસ આપ્યાના આરોપ લગાવ્યા છે. મૃતક ડોક્ટર રામાણીના પિતાએ ડીનમાં ફરિયાદ કરી છે. સતત કામના કારણે બેભાન થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તો તબીબોએ કહ્યું કામ નથી કરવું માટે નાટક કરે છે. સિનિયર તબીબો પર રેગિંગ અને યુનિટ હેડ ટોર્ચર કરતા હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.

તો બીજી તરફ, પરિવારજનોની ફરિયાદને પગલે હોસ્પિટલના ડીનનું નિવેદન સામે આવ્યું છે. ડીન જણાવ્યું છે કે, ફરિયાદને લઇ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ કર્યા બાદ આરોપમાં તથ્ય હશે તો એક્શન લેવામાં આવશે. રેગિંગ કાયદા મુજબ કાર્યવાહી થશે. ડૉક્ટર રાજેન્દ્ર રામાનીના મોતથી સિવિલમાં શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો : સુરત : માંગરોળ તાલુકાના નવાપુરા ગામે લાકડાના ગોડાઉનમાં આગ લાગી, જુઓ વીડિયો