સુરત વીડિયો : ઓલપાડ કાંઠા સુગરના ચેરમેને રાજીનામુ આપતા સહકારી ક્ષેત્રે હડકંપ મચ્યો
સુરત જિલ્લાના ઓલપાડ કાંઠા સુગરના ચેરમેને રાજીનામુ આપતા સહકારી ક્ષેત્રે હડકંપ મચ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને ઓલપાડ કાંઠા સુગરના ચેરમેન કિરીટ પટેલે રાજીનામું આપ્યું છે.હાલમાં સુગર મીલને શેરડીનો પૂરતો પુરવઠો મળતો ન હોવાથી સુગરમિલ બંધ હાલતમાં છે.. સુરત જિલ્લાની માંડવી સુગરમાં વહીવટીકર્તાએ કરેલા ભ્રષ્ટાચારના પગલે જેલ હવાલે થયા છે
સુરત જિલ્લાના ઓલપાડ કાંઠા સુગરના ચેરમેને રાજીનામુ આપતા સહકારી ક્ષેત્રે હડકંપ મચ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને ઓલપાડ કાંઠા સુગરના ચેરમેન કિરીટ પટેલે રાજીનામું આપ્યું છે. રાજીનામા પાછળ સભાસદોને શેરડીના પૈસા ન ચૂકવ્યા હોવાની રજુઆત સાથે વહીવટમાં કરોડોનો ગફલો થયો હોવાનું કારણ જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે.
હાલમાં સુગર મીલને શેરડીનો પૂરતો પુરવઠો મળતો ન હોવાથી સુગરમિલ બંધ હાલતમાં છે.. સુરત જિલ્લાની માંડવી સુગરમાં વહીવટીકર્તાએ કરેલા ભ્રષ્ટાચારના પગલે જેલ હવાલે થયા છે ત્યારે હવે ઓલપાડ કાંઠા સુગરના પ્રમુખના રાજીનામાના પગલે અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે. સુગરની આગામી બોર્ડ મિટિંગમાં આ વિવાદનું સ્પષ્ટ ચિત્ર સામે આવી શકે છે.
Latest Videos
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
