Surat : જેસલમેરમાં સૈનિકો સાથે સુરતના સ્થાનિકો કરશે દિવાળીની ઉજવણી, જુઓ Video

| Edited By: | Updated on: Oct 27, 2023 | 10:10 PM

સ્વર્ણિમ ગુજરાત સુરતની ટીમ દિવાળીનાં તેહવારની ઉજવણી કરવા જેસલમેર રાજસ્થાન જવા રવાના થયા છે. સૈનિકોને મીઠાઈ ગિફ્ટ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ આપી ઉજવણી કરશે. સાથેજ પર્યાવરણની જાગૃતિ માટે 1100 વૃક્ષનું વાવેતર કરશે અને આઠ ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. 

“સુરત સે સરહદ તક” ની યુક્તિને સાકાર કરવાની નેમ લઈ સુરતનું સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશનની ટીમ નાં 11 મેમ્બરો દિવાળીની ઉજવણી કરવા જેસલમેર રાજસ્થાન બોર્ડર પર જવા રવાના થયા હતા. આ સંસ્થા દ્વારા દર વર્ષે દરેક મોટા તહેવારોની ઉજવણી દેશના સૈનિકો સાથે અલગ અલગ સરહદ પર કરે છે.

દેશના સીમાડા સાચવતા વીર જવાનો સાથે સંસ્થાની ટીમનાં 10 સભ્યો જેસલમેર રાજસ્થાન બોર્ડર પર જઈને સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરશે. સૈનિકોને 1200 પેકેટ મીઠાઇ 1000 જોડી ડેઝર્ટ ગોગલ્સ તેમજ 1000 કેપ આપીને જવાનો સાથે  તહેવારની ઉજવણી કરશે તેમજ રાજસ્થાનનાં રણની ભીષણ ગરમી સામે રક્ષણ આપવા માટે 20 ચોકી પર તૈનાત જવાનોને ગરમીમાં રાહત થાય તે માટે 20 એર કૂલર પણ આપશે.

આ પણ વાંચો : Ahmedabad: રખડતા ઢોર અને આડેધડ પાર્કિંગ મુદ્દે હાઈકોર્ટ ફરી થઈ લાલઘુમ, સંબંધિત વિભાગના અધિકારીઓનો લીધો ઉધડો

આ સાથેજ સંસ્થા દ્વારા આ વર્ષે નવતર અભિયાન હાથ ધર્યું છે. ભયંકર ગરમીમાં રાજસ્થાનમાં પર્યાવરણની જાગૃતિ આવે તે માટે 1101 વૃક્ષો વાવીને પર્યાવરણની જાગૃતિનો સંદેશ આપવામાં આવશે. મહત્વનું છે કે દેશના સીમાડાનું રક્ષણ કરતા વીર જવાનો વાર તહેવારની પરવાહ કર્યા વગર પોતાની ફરજ નિભવતા હોય છે.

જેથી તેમને પરિવારની કમી મહેસુસ નહીં થાય તે હેતુ થી દર વર્ષે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા અલગ અલગ સરહદો પર વીર સૌનિકો સાથે તહેવારની ઉજવણી કરી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપી તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 27, 2023 10:09 PM