SURAT : ઉદ્યોગપતિ ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાયા, પ્રદેશ પ્રમુખે ગજેરાને કેસરિયા ખેસ પહેરાવ્યો

જાણીતા ઉદ્યોગપતિ ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાયા છે. ધીરુ ગજેરા જનસંઘ સાથે કોર્પોરેટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ભાજપમાંથી ત્રણ ટર્મ ધારાસભ્ય રહ્યા હતા.

SURAT : શહેરના જાણીતા ઉદ્યોગપતિ ધીરુ ગજેરા ફરી ભાજપમાં જોડાયા છે. ધીરુ ગજેરા જનસંઘ સાથે કોર્પોરેટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ભાજપમાંથી ત્રણ ટર્મ ધારાસભ્ય રહ્યા હતા. 2007માં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા. 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી ફરી તેઓ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી ત્રણ વિધાનસભા અને એક લોકસભા માટે ઉભા રહ્યા હતા. 2017 વિધાનસભામાં પાટીદાર ફેક્ટરથી વરાછા બેઠક પર ચૂંટણી લડયા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ તેઓ વિધાનસભા અને લોકસભા મળીને સતત ચાર ચૂંટણીમાં પરાજીત થયા હતા. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં ફરી તેઓ ભાજપમાં જોડાયા છે. આ અંગે ઉધના ભાજપ કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકરો જોડાયા હતા.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati