સુરત : સ્કુલ યુનિફોર્મ ખરીદવા લોકો ઉમટયાં, વેપારીઓમાં ખુશાલીનો માહોલ

છેલ્લા બે વર્ષથી બાળકો સ્કૂલે ગયા ન હોવાથી તેમને જૂના ડ્રેસ ફિટ પડવા લાગ્યા છે. અને એટલે જ વેપારીઓને ત્યાં વાલીઓની ભીડ થવા લાગી છે. સુરત દરેક દુકાનમાં રોજના 200થી 300 ડ્રેસ વેચાઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 6:03 PM

ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવાની સરકારની જાહેરાત સાથે જ યુનિફોર્મ માર્કેટમાં તેજી આવી ગઈ છે. સુરતની વાત કરીએ તો શહેરમાં યુનિફોર્મની 50 જેટલી નાની-મોટી દુકાનો છે. આજે તમામને ત્યાં સ્ટોક ખૂટી પડવાની સ્થિતિ સર્જાઈ છે. કારણ કે સરકારે અચાનક જ ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરી દેતા વાલીઓ સ્કૂલ યુનિફોર્મ લેવા પડાપડી કરી રહ્યા છે.

છેલ્લા બે વર્ષથી બાળકો સ્કૂલે ગયા ન હોવાથી તેમને જૂના ડ્રેસ ફિટ પડવા લાગ્યા છે. અને એટલે જ વેપારીઓને ત્યાં વાલીઓની ભીડ થવા લાગી છે. સુરત દરેક દુકાનમાં રોજના 200થી 300 ડ્રેસ વેચાઈ રહ્યા છે. તે પ્રમાણે સુરતમાં રોજના 4થી 5 હજાર સ્કૂલ યુનિફોર્મ વેચાઈ રહ્યા છે. અચાનક જ ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ છે.

નોંધનીય છેકે છેલ્લા બે વર્ષથી બાળકો શાળાએ ગયા નથી. એટલે દરેક વાલીઓને બાળકોના સ્કુલ યુનિફોર્મની ખરીદી જરૂરી બની છે. જેના કારણે વાલીઓ હાલ દુકાનોમાં જઇ સ્કુલના યુનિફોર્મની ખરીદી કરી રહ્યાં છે. જેથી બે વર્ષથી ધંધામાં મંદીમાં સપડાયેલા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. કારણ કે વેપારીઓને ઘરાકી વધતા તેમની આર્થિક સ્થિતિમાં સુધારો નોંધાયો છે.

આ પણ વાંચો : Navy MR Admit Card 2021: ભારતીય નૌકાદળ મેટ્રિક રિક્રુટર ભરતી પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

આ પણ વાંચો :  Photos : શું તમે ક્યારેય ભગવાનને પત્ર લખ્યો છે ? આ મંદિરમાં ભક્તો ભગવાનને પત્ર લખીને પૂરી કરે છે મનોકામના

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">