સુરત : બોમ્બે માર્કેટ પાસે અકસ્માતના બહાને તકરાર કરી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાયો, 4 લાખની મત્તાની લૂંટ કરી લૂંટારુ ફરાર

સુરત : બોમ્બે માર્કેટ પાસે અકસ્માતના બહાને તકરાર કરી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાયો, 4 લાખની મત્તાની લૂંટ કરી લૂંટારુ ફરાર

| Edited By: | Updated on: Oct 31, 2023 | 7:23 AM

સુરત : દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લૂંટની ઘટના સામે આવી છે. સુરતના અતિવ્યસ્ત વરાછાના બોમ્બે માર્કેટ પાસે 4 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. લૂંટારૃઓએ આંગડિયા કર્મચારીને આંતરી લૂંટની વરદ્ત્તને અંજામ આપ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

સુરત : દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લૂંટની ઘટના સામે આવી છે. સુરતના અતિવ્યસ્ત વરાછાના બોમ્બે માર્કેટ પાસે 4 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. લૂંટારૃઓએ આંગડિયા કર્મચારીને આંતરી લૂંટની વારદાતને અંજામ આપ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. બનાવના પગલે સ્થાનિક પોલીસ એલર્ટ બની છે અને નાકાબંધી સહિતના પગલાં ભરી લૂંટારૂઓને ઝડપી પાડવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આંગડિયા ઓફિસમાંથી 4 લાખ રૂપિયાની રોકડ લઈને નીકળેલો કર્મચારી લૂંટાયો હતો. માર્ગમાં બાઈક પર હેલમેટ પહેરીને આવેલા બે લૂંટારૂઓએ આંગડિયા કર્મચારીના વાહનને ટક્કર મારીને તકરાર શરૂ કરી હતી. રોલૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રોકડ અને તેનો મોબાઈલ લૂંટી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ સુરત પોલીસના કાફલાએ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 31, 2023 07:22 AM