સુરત : બોમ્બે માર્કેટ પાસે અકસ્માતના બહાને તકરાર કરી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાયો, 4 લાખની મત્તાની લૂંટ કરી લૂંટારુ ફરાર
સુરત : દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લૂંટની ઘટના સામે આવી છે. સુરતના અતિવ્યસ્ત વરાછાના બોમ્બે માર્કેટ પાસે 4 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. લૂંટારૃઓએ આંગડિયા કર્મચારીને આંતરી લૂંટની વરદ્ત્તને અંજામ આપ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
સુરત : દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લૂંટની ઘટના સામે આવી છે. સુરતના અતિવ્યસ્ત વરાછાના બોમ્બે માર્કેટ પાસે 4 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. લૂંટારૃઓએ આંગડિયા કર્મચારીને આંતરી લૂંટની વારદાતને અંજામ આપ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. બનાવના પગલે સ્થાનિક પોલીસ એલર્ટ બની છે અને નાકાબંધી સહિતના પગલાં ભરી લૂંટારૂઓને ઝડપી પાડવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આંગડિયા ઓફિસમાંથી 4 લાખ રૂપિયાની રોકડ લઈને નીકળેલો કર્મચારી લૂંટાયો હતો. માર્ગમાં બાઈક પર હેલમેટ પહેરીને આવેલા બે લૂંટારૂઓએ આંગડિયા કર્મચારીના વાહનને ટક્કર મારીને તકરાર શરૂ કરી હતી. રોલૂંટારુઓએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રોકડ અને તેનો મોબાઈલ લૂંટી લીધો હતો. આ ઘટનાની જાણ થતા જ સુરત પોલીસના કાફલાએ સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
