સુરત : સિવિલના રેસિડેન્ટ તબીબના મૃત્યુ બાદ તપાસ સમિતિની રચના કરાઈ, રેગિંગ કાયદા મુજબ કાર્યવાહી થઈ શકે છે

સુરત : સિવિલના રેસિડેન્ટ તબીબના મૃત્યુ બાદ તપાસ સમિતિની રચના કરાઈ, રેગિંગ કાયદા મુજબ કાર્યવાહી થઈ શકે છે

| Edited By: | Updated on: Jan 11, 2024 | 8:42 AM

સુરતઃ સિવિલના રેસિડેન્ટ તબીબના બીમારીથી મોતના કેસનો મામલો વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.પરિવારજનોની ફરિયાદને પગલે હોસ્પિટલના ડીનનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે, "ફરિયાદને લઇ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે

સુરતઃ સિવિલના રેસિડેન્ટ તબીબના બીમારીથી મોતના કેસનો મામલો વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.પરિવારજનોની ફરિયાદને પગલે હોસ્પિટલના ડીનનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું હતું કે, “ફરિયાદને લઇ તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને તપાસ કર્યા બાદ આરોપમાં તથ્ય હશે તો એક્શન લેવામાં આવશે. આ મામલે રેગિંગ કાયદા મુજબ કાર્યવાહી થશે. ડૉક્ટર રાજેન્દ્ર રામાનીના મોતથી સિવિલમાં દુ:ખનો માહોલ છે”

ડો. રામાણીના પિતાએ ડીન તેમજ PM સહિતને આ અંગેની ફરિયાદ કરી છે. 31મીએ ડૉ. રામાણી બેભાન થઈ જતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તબીબોની ટીમે કહ્યું હતું કે  ‘કામ નથી કરવું એટલે તું બીમારીનું નાટક કરે છે’.સિનિયર રેસીડેન્ટ તબીબો દ્વારા રેગીંગ થતું હોવાનો પણ આરોપ મુકવામાં આવ્યો છે.મૃતક યુવાન સિનિયરો, હેડના ત્રાસનો સામનો કરી રહ્યો હોવાનો તેના પિતાએ આક્ષેપ કર્યો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો