સુરત: તરસાડી ગામે વીલાઇન મીડિયામાં ભીષણ આગ લાગી, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો, જુઓ વીડિયો
સુરત: તરસાડી ગામે વીલાઇન મીડિયામાં આગલાગવાની ઘટના બની હતી.રેફ્રિજરેટર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ લગતા દોડધામ મચી હતી. ફાયર બ્રિગેડે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની ન નોંધાતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

કંપનીમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. ઘટના ક્યાં કારણોસર બની તે જાણવા પોલીસ સહિતની સરકારી એજન્સીઓએ તપાસ શરુ કરી છે. આગના વિકરાળ સ્વરૂપને જોતા બારડોલી, પલસાણા, માંડવીના ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે બોલાવવાની ફરજ પડી હતી. આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂરના અંતરેથી નજરે પડતા હતા. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.
આ પણ વાંચો : સુરત : નિરોગી રહેવા આ સ્વસ્થ્યવર્ધક પીણું પીવો છો? ચેતી જજો… આરોગ્ય વિભાગે લીધેલા 17 પૈકી 16 સેમ્પલ ફેઈલ ગયા
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો