સુરત : સરથાણા બેંક મેનેજરના આપઘાત કેસમાં 3 લોકોની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો
સુરત: સરથાણા બેંક મેનેજરના આપઘાતનો મામલે પોલીસે ધરપકડનો દોર શરૂ કર્યો છે. આ મામલે સરથાણા પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. રજની ગોયાણી, રોનક હિરપરા અને જીગ્નેશ જીયાણી નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

સુસાઈડ નોટમાં બેન્ક મેનેજરે આ ત્રણેય વ્યક્તિઓ સામે સીધો આક્ષેપ કર્યો હતો. અંતિમ ચિઠ્ઠીમાં રજની ગોયાણી, રોનક હિરપરા અને જીગ્નેશ જીયાણી નામના વ્યક્તિઓ ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે આ લોકોના ત્રાસથી કંટાળી 32 વર્ષીય અતુલ ભાલાળાએ આપઘાત કર્યો હતો. ઘટનાની પોલીસ ચોપડે નોંધ કરી સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી જેણે હવે આરોપીઓની ધરપકડ શરૂ કરી છે.