Surat : મ્યુકરમાઇકોસીસને કારણે વધુ 3 દર્દીની આંખ કાઢવામાં આવી, અત્યાર સુધીમાં 27 દર્દીના મોત

Surat : સુરતમાં એક તરફ કોરોનાની બીજી લહેર ઓસરવા લાગી છે, તો બીજી તરફ મ્યુકરમાઇકોસીસની (Mucormycosis) ચિંતા તંત્રના માથે આવીને ઉભી છે.

Parul Mahadik
| Edited By: | Updated on: May 30, 2021 | 11:26 AM

Surat : સુરતમાં એક તરફ કોરોનાની બીજી લહેર ઓસરવા લાગી છે, તો બીજી તરફ મ્યુકરમાઇકોસીસની (Mucormycosis) ચિંતા તંત્રના માથે આવીને ઉભી છે. 75 દિવસ પછી સુરતમાં કોરોનાના કેસો 300 થી નીચે નોંધાયા છે. તો ધીરે ધીરે દરરોજ મ્યુકરમાઇકોસીસના નવા કેસો સિવિલ, સ્મીમેર અને ખાનગી હોસ્પિટલમાં સામે આવી રહ્યા છે.

સુરતમાં જ અત્યાર સુધી મ્યુકરમાઇકોસીસના કારણે 27 દર્દીઓને મોતને ભેંટવું પડ્યું છે. જ્યારે શનિવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ વધુ 3 દર્દીઓનો જીવ બચાવવા આંખની સર્જરી કરીને આંખ કાઢી લેવાની ફરજ પડી હતી. આ ત્રણ દર્દીઓમાં જો સમયસર આંખ કાઢવામાં ન આવી હોત તો ચેપ આગળ પ્રસરીને મગજ સુધી પહોંચી શકે તેમ હતું.

ત્રણેય દર્દીના જીવને જોખમ હોય આ ત્રણેય દર્દીની આંખ જ કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી સિવિલમાં 6 અને સ્મિમેરમાં 4 એમ કુલ 10 દર્દીઓની આંખની સર્જરી કરી એક એક આંખ કાઢી લેવાઈ છે.

ગઈકાલે સુરતમાં સિવિલ હોસ્પિટલમાં 3, સ્મીમેર હોસ્પિટલમાં 2 અને ખાનગી હોસ્પિટલમાં 3 મળીને મ્યુકરમાઇકોસીસના વધુ નવા 8 દર્દીઓ દાખલ થયા હતા. હાલ સિવિલમાં 131, સ્મિમેરમાં 49 અને ખાનગી હોસ્પિટલમાં 65 મળીને કુલ 245 દર્દીઓ સારવાર હેઠળ છે.

મહત્વની વાત તો એ છે કે મ્યુકરમાઇકોસીસની ટ્રીટમેન્ટ માટે જરૂરી એમફોટેરિસીન ઇન્જેક્શનની પણ અછતનો પ્રશ્ન હજી યથાવત છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાંથી ઇન્જેક્શનો પુરા પાડવામાં આવે છે. ગઈકાલે 22 ખાનગી હોસ્પિટલમાંથી 1320 ઇન્જેક્શનની માગ કરવામાં આવી હતી. તેની સામે સ્મીમેર હોસ્પિટલમાંથી 17 હોસ્પિટલને 134 ઇન્જેક્શનનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો હતો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">