સુરત વીડિયો : 22 દંપતીએ 22 જાન્યુઆરીએ સંતાન પ્રાપ્તિની તબીબો સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી, બાળકને “રામ” નામ અપાયું
સુરત : આજે 22 જાન્યુઆરીએ મુહૂર્તનો સુભગ સમનવય રચાઈ રહ્યો છે જે સમયે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ત્રેતાયુગમાં અભિજીત મુહૂર્તમાં થયો હતો. આ શુભ મુહૂર્તમાં માત્ર ભગવાન શ્રી રામ જ નહીં પરંતુ ભગવાન કૃષ્ણનો પણ જન્મ થયો હતો.
સુરત : આજે 22 જાન્યુઆરીએ મુહૂર્તનો સુભગ સમનવય રચાઈ રહ્યો છે જે સમયે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ ત્રેતાયુગમાં અભિજીત મુહૂર્તમાં થયો હતો. આ શુભ મુહૂર્તમાં માત્ર ભગવાન શ્રી રામ જ નહીં પરંતુ ભગવાન કૃષ્ણનો પણ જન્મ થયો હતો.આજે સુરતમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઐતિહાસિક પર્વએ મોટી સંખ્યામાં બાળકોને જન્મ આપવા દંપતીઓએ આયોજન કર્યું છે.
સુરતમાં વહેલી સવારે 4 બાળકોનો જન્મ થયો હતો. આજે દિવસ દરમિયાન 22 દંપતીઓએ સંતાન જન્મ માટે હોસ્પિટલના તબીબો સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી છે. આજે સવારે જન્મ થયેલા એક બાળકનું નામ રામ પણ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : સુરતમાં રામલલ્લાની ઝલક દર્શાવતી ભવ્ય રંગોળી બનાવવામાં આવી, જુઓ વીડિયો
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 22, 2024 11:30 AM