SURAT : ડાયમંડ બુર્સના છઠ્ઠા માળે રોપવેનો ઝુલો તૂટ્યો, નીચે પટકાતા એક શ્રમિકનું મોત
આ ઝુલામાં કામ કરતા ત્રણ શ્રમિકો છઠ્ઠા માળેથી નીચે પટકાયા હતા. મળતી માહિતી પ્રમાણે આમાંથી એક શ્રમિકનું મૃત્યુ થયું છે એ બે શ્રમિકોની સ્થિતિ ગંભીર છે.
SURAT : સુરત શહેરમાં નિર્માણાધીન ડાયમંડ બુર્સમાં અકસ્માતની ઘટના સામે આવી છે. ડાયમંડ બુર્સના છઠ્ઠા માળે રોપવેનો ઝુલો એકાએક તૂટી પડ્યો. આ ઝુલામાં કામ કરતા ત્રણ શ્રમિકો છઠ્ઠા માળેથી નીચે પટકાયા હતા. મળતી માહિતી પ્રમાણે આમાંથી એક શ્રમિકનું મૃત્યુ થયું છે એ બે શ્રમિકોની સ્થિતિ ગંભીર છે. આ બે શ્રમિકો હાલ સારવાર હેઠળ છે.
Latest Videos
Latest News