બનાસકાંઠા: કાંકરેજના થરા APMCમાં પુરવઠા વિભાગના દરોડા, રાશનનું અનાજ ઝડપાયું
બનાસકાંઠા જિલ્લાના થરા APMC માં પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન રાશનના ઘઉં અને ચોખાના કટ્ટા ઝડપાયા હતા. પુરવઠા વિભાગે જથ્થાને સીઝ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા પુરવઠા વિભાગે છેલ્લા કેટલાક સપ્તાહથી જિલ્લા ભરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે અને સગેવગે થતા સરકારી અનાજને લઈ કાર્યવાહી શરુ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં પુરવઠા વિભાગે છેલ્લા કેટલાક દિવસોથી દરોડાની કાર્યવાહી તેજ કરી દીધી છે. આવી જ રીતે વધુ એક દરોડો કાંકરેજ વિસ્તારમાં પાડ્યો છે. કાંકરેજના થરા APMC માં પુરવઠા વિભાગે દરોડો પાડ્યો હતો અને જેમાં સસ્તા અનાજની સરકારી અનાજની દુકાનમાં સપ્લાય થતો અનાજનો જથ્થો ઝડપાયો હતો.
આ પણ વાંચોઃ PM મોદીએ લક્ષદ્વીપની સુંદરતાના કર્યા વખાણ,કહ્યુ- એકવાર અહીં આવનાર વિદેશી ટાપુ ભૂલી જશે!
થરા APMC ની મોગલ ટ્રેડિંગ નામની દુકાનમાંથી 200 થી વધારે ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો હતો. જે જથ્થો સરકારી રાશનનો હતો અને તેને બારોબાર સગેવગે કરવા માટે દુકાનમાં સ્ટોર કરવામાં આવેલો ઝડપાઈ આવ્યો છે. જથ્થો સીઝ કરીને આ અંગે પુરવઠા વિભાગે કાર્યવાહી શરુ કરી છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 03, 2024 09:45 PM
Latest Videos
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
