દ્વારકા : બોરવેલમાં ફસાયેલી બાળકી આખરે જિંદગીનો જંગ હારી, બોરવેલમાંથી બહાર કાઢ્યા બાદ નીપજ્યું મોત

દ્વારકા : બોરવેલમાં ફસાયેલી બાળકી આખરે જિંદગીનો જંગ હારી, બોરવેલમાંથી બહાર કાઢ્યા બાદ નીપજ્યું મોત

| Edited By: | Updated on: Jan 01, 2024 | 11:52 PM

દ્વારકાના રાણ ગામે બોરવેલમાં ફસાયેલી બાળકીને આખરે સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. આર્મી, NDRF અને ફાયરની ટિમની કલાકોની જહેમત બાદ બાળકીને બહાર કાઢવામાં આવી હતી, પરંતુ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાતા તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.

દેવભૂમિ દ્વારકાના રાણ ગામે બોરવેલમાં ફસાયેલી બાળકી આખરે જિંદગીનો જંગ હારી ગઇ છે. તંત્રની કલાકોની ભારે જહેમત બાદ આખરે તેને બહાર તો કાઢી લેવાઇ પરંતુ તે બચી ન શકી. જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાતા તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોત બાદ પરિજનો, સ્થાનિકો અને બાળકીને બચાવવા તનતોડ મહેનત કરનાર બચાવ ટીમમાં શોકનો માહોલ છે.

દ્વારકાના રાણ ગામે બોરવેલમાં ફસાયેલી બાળકીને આખરે સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. આર્મી, NDRF અને ફાયરની ટિમની કલાકોની જહેમત બાદ બાળકીને બહાર કાઢવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચો દ્વારકા : કઈ રીતે બોરવેલમાં ફસાઈ બાળકી, રેસ્કયુ માટે પહોંચી આર્મીની ટીમ, જુઓ વીડિયો

108 અને ફાયર સહિત ખાનગી સોર્સનો ઉપયોગ કરી બોરવેલમાં કેમેરો ઈન્સ્ટોલ કરવામાં આવ્યો અને ઓક્સિજન આપવા માટે લાઇન મુકવામાં આવી હતી. આખરે આ તમામની મદદથી બાળકીને બોરવેલમાંથી કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ બાળકી આખરે જિંદગીનો જંગ હારી ગઈ છે.

દ્વારકા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 01, 2024 10:11 PM