સત્રાંત પરીક્ષા નજીક આવી ગઈ હોવા છતાં ધોરણ-9 થી 12ના વિદ્યાર્થીઓને નથી મળ્યા પાઠ્યપુસ્તકો

ધોરણ-9 થી ધોરણ-12નું ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ થઇ ગયું છે, પણ પાઠ્યપુસ્તકો ન હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 1:04 PM

RAJKOT : વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષા નજીક છે, ત્યારે રાજકોટમાં પુસ્તકોની અછત સામે આવી છે..કેટલીક શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને પુસ્તકો નથી મળ્યા…ત્યારે ગ્રાન્ટેડ શાળાના આચાર્યએ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે અને તાત્કાલિક અસરથી પુસ્તકોની ફાળવણી કરવા અંગે અરજ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ધોરણ-9 થી ધોરણ-12નું ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ થઇ ગયું છે. આમ છતાં હજી ઘણી એવી ગ્રાન્ટેડ શાળાઓ છે જ્યાં ધોરણ-9 થી ધોરણ-12ના પાઠ્યપુસ્તકો મળ્યા નથી.

ધોરણ-9 થી ધોરણ-12નું ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ થઇ ગયું છે, પણ પાઠ્યપુસ્તકો ન હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલી આવી રહી છે. વર્ગખંડમાં જુના પાઠ્યપુસ્તકોના સેટ પણ માર્યાદિત હતા, જે બે વિદ્યાર્થીઓ વચ્ચે એક સેટ ફાળવવામાં આવ્યો હતો. પાઠ્યપુસ્તકો ન હોવાથી શિક્ષક વર્ગખંડમાં બોર્ડ પર જે શિક્ષણકાર્ય કરાવે તેના પર જ વિદ્યાર્થીઓએ આધાર રાખવો પડે છે.

જે ગ્રાન્ટેડ શાળાના આચાર્યએ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લાક્યો હતો એમણે કહ્યું કે તેમની શાળામાં 675 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.તેમણે કહ્યું દર વર્ષે પાઠ્યપુસ્તકો માટે ઓફલાઈન ડીમાંડ કરવાની હોય છે, પણ આ વર્ષે ઓનલાઈન ડીમાંડ કરવાની સીસ્ટમ હતી, જેમાં ખામી સર્જાતા આ સમસ્યા ઉભી થઇ છે.

આ પણ વાંચો : ત્રીજી લહેરની વાતો વચ્ચે ICMRના સર્વેમાં મોટો ખુલાસો, 75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે

આ પણ વાંચો : AHMEDABAD : ફરજિયાત રસીકરણના કારણે AMCને રોજનું 5 થી 7 લાખ રૂપિયાનું નુકસાન

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">