છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે ભણવા મજબૂર, શાળાના ઓરડાઓની હાલત અત્યંત જર્જરીત
ઉનાળું વેકેશન દરમિયાન આવેલા વાવાઝોડા સમયે શાળાની છતના પતરા ઉડી ગયા છે. તેમ છતાં શાળાનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી. શૈક્ષણિક સત્રના છ માસ વિદ્યાર્થીઓએ આવી જોખમી શાળામાં જ અભ્યાસ કર્યો છે. શાળાના શિક્ષકો દ્વારા અનેક વખત રજૂઆત કરાઇ છે. છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલાં લેવામાં આવ્યા નથી.
છોટાઉદેપુર તાલુકાની મોટા ટીંબરવા ગામના 1 થી 8 ધોરણના 135 બાળકો માટે સરકારી શાળા તો છે, પરંતુ આ સરકારી શાળામાં ભણવા જવું વિદ્યાર્થીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. પાંચ ઓરડાની આ શાળા અત્યંત જર્જરીત છે. લટકતા પતરાનું જોખમ વિદ્યાર્થીઓના માથે તોળાઇ રહ્યું છે. છેલ્લા 6 માસથી આજ સ્થિતિ છે.
ઉનાળું વેકેશન દરમિયાન આવેલા વાવાઝોડા સમયે શાળાની છતના પતરા ઉડી ગયા છે. તેમ છતાં શાળાનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી. શૈક્ષણિક સત્રના છ માસ વિદ્યાર્થીઓએ આવી જોખમી શાળામાં જ અભ્યાસ કર્યો છે. શાળાના શિક્ષકો દ્વારા અનેક વખત રજૂઆત કરાઇ છે. છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલાં લેવામાં આવ્યા નથી.
હાલ સ્થિતિ એટલી વિકટ છે કે પતરા ગમે ત્યારે ઉડીને પડી શકે તેમ છે અને વિદ્યાર્થીઓના જીવનું જોખમ છે. શિક્ષકો અને વાલીઓની માગ છે કે જર્જરીત શાળાનું સમારકામ કરવામાં આવે અથવા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.
આ પણ વાંચો છોટા ઉદેપુર વીડિયો : કમોસમી વરસાદનું પાણી માર્કેટ યાર્ડમાં ઘૂસ્યુ, કપાસ પાણીથી તરબોળ થતા ભારે નુકસાન
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ