બનાસકાંઠાની શાળામાં અનોખી શરૂઆત, ‘જય શ્રીરામ’ બોલી શાળામાં વિદ્યાર્થીઓનો પ્રવેશ
સમગ્ર ભારત હાલ પ્રભુ રામના રંગે રંગાઈ ચૂકેલું નજર આવી રહ્યુ છે. દેશભરમાં દરેક ગામ અને શહેરમાં જયશ્રી રામનું નામ ગૂંજી રહ્યું છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં આવેલા સનાલીની શાળામાં જય શ્રી રામ બોલીને વિદ્યાર્થીઓ પ્રવેશ કરે છે. દાંતા તાલુકાની આ શાળામાં અનોખી પ્રથા શરુ થઈ છે. બનાસકાંઠાની શાળાનો વીડિયો પર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
દેશભરમાં હાલ તો બસ એક જ નામ ગૂંજી રહ્યુ છે. ભગવાન શ્રી રામમય માહોલ જામ્યો છે. શહેર શહેર અને ગામ ગામ બસ હાલ તો એક જ ઉત્સવ મનાઈ રહ્યો છે. ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને જેને લઈ માહોલ ધાર્મિક બન્યો છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લાની એક શાળામાં અનોખી પ્રથાની શરુઆત થઈ છે.
આ પણ વાંચો: વાઇબ્રન્ટ અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ હવે અધિકારીઓની બદલીઓ કયારે થશે? શરુ થઈ ચર્ચા
દાંતા તાલુકામાં આવેલ સનાલી ગામની શાળામાં વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરતા અગાઉ જય શ્રી રામ બોલે છે. ભગવાન રામનું નામ લઈને જ વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરે છે. તો વળી શાળામાં હાજરી વખતે પણ વિદ્યાર્થીઓ યસ સર કે, પ્રેઝન્ટ સર નહીં પરંતુ જય શ્રી રામ ઉભા થઈને હાથ જોડીને બોલતા નજર આવે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 17, 2024 06:23 PM
