વડોદરાની આ હોસ્પિટલ શ્વાનની છે કે માણસોની ! VIDEO જોઈને યાદ આવી જશે ભગવાન

હાલ એક વીડિયો અત્યારે સામે આવ્યો છે, જેમાં એસએસજી હોસ્પિટલમાં શ્વાન ફરતા જોવા મળી રહ્યા છે.આ શ્વાન દર્ગીના સગાઓના સામાનની કોથળીઓ ફેંદતા નજરે પડે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 9:44 AM

હોસ્પિટલમાં (SSG Hospital) લોકો સારવાર કરાવવા જાય.જો કે, તમે જો કોઈ હોસ્પિટલમાં ગયા હોય અને ત્યાં તબીબોને બદલે શ્વાન (DOG)  તમારી આસપાસ ફરતા જોવા મળે તો..? આવી સ્થિતિ વડોદરાની (Vadodara)  SSG  હોસ્પિટલની છે. અહીં છે શ્વાનનું રાજ. એક વીડિયો અત્યારે સામે આવ્યો છે. જેમાં એસએસજી હોસ્પિટલમાં શ્વાન ફરતા જોવા મળી રહ્યા છે.આ શ્વાન દર્ગીના સગાઓના સામાનની કોથળીઓ ફેંદતા નજરે પડે છે. એટલે સુધી કે કોવિડ વોર્ડની (Covid Ward) બહાર પણ શ્વાન આંટાફેરા મારે છે. ઘણીવાર શ્વાન સૂઈ ગયેલા દર્દીઓના સ્વજનોનો સામાન પણ લઈ જાય છે.

દર્દીઓ શ્વાનના ત્રાસથી ત્રસ્ત…!

એસએસજી હોસ્પિટલમાં ન માત્ર રાજ્યના પરંતુ બહારના રાજ્યોમાંથી પણ દર્દીઓ (Patient) આવે છે.આ દર્દીઓ શ્વાનના ત્રાસથી ત્રસ્ત છે. શ્વાન આવા જ કોઈ દર્દીનો સામાન લઈને જતો પણ એક વીડિયોમાં કેદ થયો છે.અગાઉ મેડિકલ વેસ્ટ ખાતા પશુઓના વીડિયો પણ સામે આવ્યા છે. જો કે, શ્વાન કોઈ મોટી હાનિ પહોંચાડે તેની રાહ જોવાતી હોય, તેમ તંત્રના પેટનું પાણી હાલતું નથી.

સંસ્કારી નગરી વડોદરામાં રખડતી રંજાડ બેફામ

વડોદરા શહેરમાં ફરી એકવાર રખડતા ઢોરનો (Stray cattle)ત્રાસ જોવા મળ્યો છે.વારંવાર રખડતા ઢોર લોકોને ઈજા પહોંચાડતા હોવા છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ નથી આવ્યો.થોડા દિવસો અગાઉ શહેરના કિશનવાડી વિસ્તારમાં રખડતા ઢોરે એક મહિલાને અડફેટે લેતાં તેને 9 ટાંકા આવ્યા હતા. રખડતા ઢોરે મહિલાને અડફેટે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેને પગલે તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં(Sayaji Hospital) સારવાર માટે લઈ જવાઈ હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">