વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રામાં પથ્થરમારો, 10 મહિલાઓ ઘાયલ, જુઓ વીડિયો
વડોદરામાં ફરી ભગવાન રામની શોભાયાત્રા પર પત્થરમારાની ઘટના બની છે. આ ઘટનાને લઈ કેટલાય લોકો ઇજાગરસ્ત થય છે. ગુજરાતમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બીજી ઘટના છે જેમાં અસામાજિક તત્વો દ્વારા પત્થર મારો કરવામાં આવ્યો. જોકે પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં પાદરાના ભોજ ગામે ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં પથ્થરમારો થયો છે. પથ્થરમારામાં 10 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હોવાની ઘટના પણ સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ ખડકી દેવાઈ છે.પોલીસ દ્વારા બન્ને જુથને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગત રોજ મહેસાણામાં પણ આ પ્રકારની પત્થર મારો થયો હોવાની ઘટના બની હતી. જે બાદ આજે ફરી આવી ઘટના ઘટી છે.
બીજી તરફ રવિવારે ખેરાલુમાં ભગવાન રામની જે શોભાયાત્રા નીકળી હતી. આ દરમિયાન કેટલાક યુવાનો અને મહિલાઓએ ધાબા પરથી શોભાયાત્રા પર પથ્થર મારો કર્યો હતો. જેને લઈ પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ઘટનાને પગલે ગાંધીનગર રેન્જ આઈજી અને મહેસાણા એસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.આ દરમ્યાન 15 લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.

