AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાબરકાંઠાઃ હિંમતનગર નજીકથી SMCની ટીમે દારુ ભરેલી કાર સાથે 2 શખ્શોને ઝડપ્યા

સાબરકાંઠાઃ હિંમતનગર નજીકથી SMCની ટીમે દારુ ભરેલી કાર સાથે 2 શખ્શોને ઝડપ્યા

| Updated on: Jan 30, 2024 | 8:36 AM
Share

હિંમતનગર નજીકથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. એક કારમાં રાજસ્થાનથી અમદાવાદ તરફ દારુનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી SMC ની ટીમને મળી હતી. જેને લઈ ટીમે એક કારને હિંમતનગર ના GIDC ઓવરબ્રીજ પાસે આંતરીને તલાશી લેતા દારુનો જથ્થો મળી આવ્યો હતો.

અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે પરથી એક કારમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. ગાંધીનગરથી આવેલી SMC ની ટીમે બાતમી આધારે એક કારને આંતરીને તેની તલાશી લીધી હતી. જેમાંથી 1.81 લાખ રુપિયાનો વિદેશી શરાબનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો. શહેરના GIDC ઓવરબ્રીજ પાસે આ કારને રોકવામાં આવી હતી.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ ધામડી ગામે ઘરમાં ગેસ લીકેજને લઈ બ્લાસ્ટ! દાઝી જતા આધેડ ગંભીર

SMC એ અમદાવાદ ગોમતીપુરના નવાઝખાન ફિરોઝખાન પઠાણ અને રામોલના સોયબ મુસ્તુફા સલાટને દારુના જથ્થા સાથે ઝડપી લીધા હતા. બંને અમદાવાદ તરફ દારુનો જથ્થો લઈ આવી રહ્યા હતા. એ દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા. SMC એ આ બંને શખ્શો સહિત દારુ ભરી આપનાર અને રીસીવ કરનારાઓ સહિત 5 શખ્શો સામે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published on: Jan 30, 2024 08:36 AM
g clip-path="url(#clip0_868_265)">