વડોદરા વીડિયો : સરદાર એસ્ટેટમાં ચાલતા દારુના અડ્ડાઓ પર દરોડા, 1 હજાર પેટીથી વધુ દારૂનો જથ્થો ઝડપાયો
રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકરક પદાર્થો ઝડપાતા રહે છે. તો આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. વડોદરના સરદાર એસ્ટેટમાં ચાલતા દારુના અડ્ડા પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હોવાનું સામે આવ્યું છે.

જેમાં કુખ્યાત બુટલેગર લાલુ સિંધીનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો.1 હજાર પેટીથી વધુ દારુનો જથ્થો ઝડપાયો હતો. જેમાં પોલીસે 2 ટ્રક સહિતના 5 વાહનો જપ્ત કર્યા છે. બુટલેગર સુનિલ અદો સહિત 5ની અટકાયત કરવામાં આવી છે. તો વિદેશી દારુના જથ્થો સરદાર એસ્ટેટમાં લાવી વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં પહોંચાડાતો હોવાનું સામે આવી રહ્યું છે.