150 કરોડના ડ્રગ્સ કેસમાં હવે શ્રીલંકા સાથે તાર જોડાયા, શ્રીલંકા પોલીસે ગુજરાત ATSનો સંપર્ક કર્યો

ઈરાની આરોપીએ શ્રીલંકામાં પણ ડ્રગ્સ મોકલ્યું હતું એવા ખુલાસા થયા છે. આ મામલે શ્રીલંકા પોલીસે ગુજરાત ATSનો સંપર્ક કર્યો હોવાના સમાચાર મળ્યા છે.

150 કરોડના ડ્રગ્સ મામલે શ્રીલંકા પોલીસે ગુજરાત ATSનો સંપર્ક કર્યો હોવાના સમાચાર મળ્યા છે.

AHMEDABAD : પોરબંદરના દરિયામાંથી ઝડપાયેલા 150 કરોડના ડ્રગ્સ મામલે સૌથી મોટો ખુલાસો થયો છે. 150 કરોડના ડ્રગ્સ કેસમાં હવે શ્રીલંકા સાથે તાર જોડાયા છે. ઈરાની આરોપીએ શ્રીલંકામાં પણ ડ્રગ્સ મોકલ્યું હતું એવા ખુલાસા થયા છે. આ મામલે શ્રીલંકા પોલીસે ગુજરાત ATSનો સંપર્ક કર્યો હોવાના સમાચાર મળ્યા છે.

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે ભારતીય જળ સીમામાંથી કરોડોની કિંમતનું હેરોઈન ઝડપી પાડ્યું હતું. આંતરાષ્ટ્રીય માર્કેટમાં આ પ્રકારના ડ્રગ્સની કિંમત 250 કરોડ કરતા વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અગાઉ ભારતીય જળસીમામાં ગેરકાયદે ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે ત્યારે હવે વધુ 50 હિલો હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી ATS અને કોસ્ટ ગાર્ડના સંયુકત ઓપરેશનમાં ભારતીય જળસીમાંથી ઘૂસાડવામાં આવતા કન્ટેનરમાંથી 3000 કિલો હેરોઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની અંદાજીત કિંમત 10 હજાર કરોડ રૂપિયાથી વધારે થવા જઇ રહી છે. આ બંને કન્ટેનર અફઘાનિસ્તાન વાયા ઈરાનથી મુન્દ્રા પોર્ટ પર આવ્યા હતા. જેમાં જથ્થો મંગાવનાર બે ઇમ્પોર્ટરની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે.

કચ્છના મુંદ્રા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં આરોપી દંપતિના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસમાં DRIએ ચેન્નઇથી દંપત્તિની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, DRIએ ઝડપેલા બે કન્ટેનરમાંથી 2999 કિલોગ્રામ ડ્રગ્સની કિંમત અધધ રૂ.21 હજાર કરોડ પર પહોંચી શકે છે.

આ પણ વાંચો :  અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા રાહત આપવાના મોટા નિર્ણય લેવામાં આવ્યા, જાણો કોને કેટલી સહાય મળશે

આ પણ વાંચો : NAAC પ્રમાણિત A+ ગ્રેડ ધરાવતી રાજ્યની એકમાત્ર અને પ્રથમ યુનિવર્સિટી બની સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી

Click on your DTH Provider to Add TV9 Gujarati