અમદાવાદમાં ચોરી કરતો “સ્પાઈડરમેન” આવ્યો પોલીસ સકંજામાં ! પુછપરછમાં થયા ચોંકવનારા ખુલાસા
અમદાવાદ સોલા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ ખાસ મોડસ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપતા આરોપીને સકંજામાં લીધો છે. આરોપીએ વંદેમાતરમ રોડ પર આવેલા શ્રીફળ એપાર્ટમેન્ટના ત્રણ-ત્રણ મકાનમાં ધાડ પાડીને કુલ રૂપિયા 8.95 લાખની ચોરીને અંજામ આપ્યો હતો.
અમદાવાદ સોલા પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. આ ખાસ મોડસ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપતા આરોપીને સકંજામાં લીધો છે. આરોપીએ વંદેમાતરમ રોડ પર આવેલા શ્રીફળ એપાર્ટમેન્ટના ત્રણ-ત્રણ મકાનમાં ધાડ પાડીને કુલ રૂપિયા 8.95 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. ચોંકાવનારી વાત એ સામે આવી છે કે આરોપી આ જ ફ્લેટમાં સફાઈનું કામ કરે છે. અને દિવાળીમાં મકાનો બંધ હોઈ તેણે પૂરી યોજના સાથે ચોરીને અંજામ આપ્યો છે.
આરોપીનું નામ અલ્પેશ છે. તે બાથરૂમની બારીમાંથી એન્ટર થઈ ઘરમાં પ્રવેશ્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ફરિયાદી અરવિંદ પટેલ દિવાળીના તહેવારોમાં તેમના વતન ઊંઝા ગયા હતા. તે 26 ઓક્ટોબરે પરત ફર્યા ત્યારે બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો. બારીના કાચ પણ નીકળી ગયેલા. તેમણે ઘરમાં તપાસ કરી તો 6.10 લાખની કિંમતના ઘરેણાં સહિત 7.06 લાખ રૂપિયાની ચોરી થયાનું જાણવા મળ્યું. તો ફ્લેટના જ અન્ય એક મકાનમાંથી પણ 1.65 લાખ ચોરાયાનું સામે આવ્યું.
પોલીસે કોઈ જાણભેદુ હોવાની થિયરી સાથે જ તપાસ હાથ ધરી હતી. ટેક્નિકલ સર્વેલન્સની પણ મદદ લેવાઈ હતી. ત્યારબાદ સફાઈકર્મી અલ્પેશ સકંજામાં આવ્યો. આરોપીએ પૂછપરછમાં કબૂલ કર્યું આ બે ચોરી સહિત ત્રણેક મહિના પહેલાં અન્ય એક ફ્લેટમાં થયેલી રૂપિયા 24 હજારની ચોરીને પણ તેણે જ અંજામ આપ્યો હતો. તમામ ચોરી આ જ મોડસ ઓપરેન્ડીથી કરાઈ હતી. પોલીસે હાલ આરોપી પાસેથી 6.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
