વડોદરા દુર્ઘટના બાદ દ્વારકામાં પોલીસ તંત્ર સફાળુ જાગ્યુ, લાઈફ જેકેટ વગર બોટ ચલાવવા કરી મનાઈ, જુઓ વીડિયો
દેવભૂમિ દ્વારકામાં પણ તંત્ર સફાળુ જાગ્યુ છે. દ્વારકાના ગોમતીઘાટ અને શિવરાજપુર બીચ પર સ્પીડ બોટ ચાલકોને સૂચના આપી છે. પોલીસે સંચાલકોને લાઈફ જેકેટ વગર બોટ ચલાવવા મનાઈ કરી છે.
વડોદરામાં હરણીની હોનારતમાં 12 વિદ્યાર્થીઓ સહિત 2 શિક્ષિકાના મોત થયા છે. ત્યારે રાજ્યભરમાં બોટ સેવા બંધ કરવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ તંત્ર સફાળુ જાગ્યુ છે. દ્વારકાના ગોમતીઘાટ અને શિવરાજપુર બીચ પર સ્પીડ બોટ ચાલકોને સૂચના આપી છે. પોલીસે સંચાલકોને લાઈફ જેકેટ વગર બોટ ચલાવવા મનાઈ કરી છે. તેમજ પોલીસે સ્પીડ બોટ ચાલકોને બોલાવી સૂચનાઓ આપી છે.
બીજી તરફ અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વારયલ થઈ રહ્યો છે. જેમાં બેટ દ્વારકા રો-રો ફેરીમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જરોને બેસાડવામાં આવ્યા હતા.એટલું જ નહીં.લાઈફ જેકેટ વગર ખીચોખીચ 300 જેટલા પેસેન્જરો ભરેલી બોટનો વીડિયો વાયરલ થયો છે.જોકે આ વીડિયો 13 તારીખનો હોવાનો દાવો થઈ રહ્યું છે. પરંતુ ટીવી9 આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

