ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા બજરંગદળની શોભાયાત્રામાં જોડાયા- જુઓ વીડિયો
પોરબંદરથી કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કેસરીયા કરશે તેવી અટકળો વહેતી થઈ છે. આ ચર્ચાઓ વચ્ચે આજે અર્જુન મોઢવાડિયા બજરંગદળની શોભાયાત્રામાં જોડાયા હતા. પોરબંદરમાં બજરંગદળ દ્વારા અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પગલે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા અર્જુન મોઢવાડિયા પણ સામેલ થયા હતા.
પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા આજે બજરંગ દળની શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રામાં બજરંગદળના અગ્રણીઓ સાથે તેઓ ફોટો સેશન કરતા દેખાયા હતા તેમજ બજરંગદળના કાર્યકર્તાઓએ ફુલહાર પહેરાવી તેમને આવકાર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને અલવિદા કહેવાની તૈયારીમાં છે તેવી પણ ચર્ચાઓ હાલ વહેતી થઈ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય આજે શોભાયાત્રામાં જોડાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
આ અગાઉ પણ મોઢવાડિયાએ રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કરનાર કોંગ્રેસ હાઈકમાનના નિર્ણયની ટીકા કરી હતી અને તેમણે જણાવ્યુ હતુ કે રામ મંદિર મુદ્દે રાજકારણ ન કરવુ જોઈએ. મોઢવાડિયાએ કહ્યુ હતુ કે કરોડો હિંદુઓની આસ્થા સાથે જોડાયેલા આ મુદ્દે કોઈ રાજનીતિ ન થવી જોઈએ કારણ કે આ રાજકારણનો નહીં આસ્થાનો વિષય છે.
આ પણ વાંચો: અમદાવાદ: નારણપુરાથી જાન લઈને આવેલા વરરાજાએ જય શ્રી રામનો જયઘોષ કરી લગ્નમંડપમાં કર્યો પ્રવેશ- જુઓ વીડિયો
ત્યારબાદ અર્જુન મોઢવાડિયા રાજકોટ ભાજપ દ્વારા આયોજિત ભાગવત કથામાં પણ જોવા મળ્યા હતા. જેને લઈને મોઢવાડિયા કેસરિયા કરશે તેવી ચર્ચાઓ જોર પકડ્યુ છે.
પોરબંદર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
