અમદાવાદ ટ્રાફિક પોલીસની સગીર વયના વાહન ચાલકો વિરુદ્ધ  ડ્રાઇવ યથાવત

આ ડ્રાઇવમાં સગીર વયના બાળકો વાહન ચલાવતા ઝડપાયા હતા. આ સગીર વાહન ચાલકો સામે પોલીસે દંડ સહિત કાર્યવાહી કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 11:40 PM

અમદાવાદ(Ahmedabad)  ટ્રાફિક પોલીસની(Traffic Police)  સગીર વયના(Underage) વાહન ચાલકો  વિરુદ્ધ  ડ્રાઇવ(Drive)  યથાવત છે. જેમાં સોમવારે  સતત ત્રીજા દિવસે ટ્રાફિક પોલીસે શહેરમાં શાળાઓ બહાર ડ્રાઇવ યોજી હતી.આ ડ્રાઇવમાં સગીર વયના બાળકો વાહન ચલાવતા ઝડપાયા હતા. આ સગીર વાહન ચાલકો સામે પોલીસે દંડ સહિત કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત માતા-પિતાની સહમતિ સાથે જે સગીર વયના વાહનચાલકો આવ્યા હતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, 24 ડિસેમ્બર સુધી અમદાવાદ ટ્રાફિક પોલીસ ડ્રાઇવ કરશે જેમાં જો સગીર વયના વાહન ચાલકો લાયસન્સ વગર પકડાશે તો તેમની સાથે સાથે તેમના વાળી વિરુદ્ધ પર ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સગીર વયના યુવક-યુવતીઓ અને તેમના મા-બાપ માટે હવે પછીના સમાચાર અત્યંત મહત્ના છે..જો સગીર વયના બાળકો વાહન ચલાવતા ટ્રાફિક પોલીસને દેખાશે તો તેની સામે કડક હાથે કામ લેવામાં આવશે…હાલમાં જ સગીર વયના વિદ્યાર્થીનું વાહન ચલાવતા મોત થયું આ ઘટના બાદ પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, નવા વાડજની ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન છે ત્યાં ટ્રાફિક પોલીસ માટે પણ આંખ ઉઘાડનારી છે.. મોડે-મોડે ટ્રાફિક વિભાગે આને ગંભીરતાથી લઈ સ્પેશિયલ ડ્રાઇવ હાથ ધરી છે.. જે અંતર્ગત શહેરમાં વિવિધ સ્થળે સગીર યુવક-યુવતી ડ્રાઈવ કરતા ઝડપી પાડી પોલીસે તેની સામે શરૂ કરી છે.. સાથે આ યુવક-યુવતીના વાલીઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરાઈ છે.

આ પણ વાંચો : SURAT : વનિતા વિશ્રામ મહિલા વિશ્વવિદ્યાલય ખાતેના 10 દિવસીય ‘હુનર હાટ’નું સમાપન

આ પણ વાંચો :  GUJARAT : કોરોનાના નવા 70 કેસ, વડોદરામાં ઓમિક્રોન, પેપરલીક તેમજ અન્ય અગત્યના સમાચાર વાંચો એક ક્લિકમાં

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">