Raksha Bandhan : જગન્નાથ મંદિરમાં મંત્રોચ્ચાર સાથે રક્ષાબંધનની ઉજવણી, બહેન સુભદ્રાએ પ્રભુને રાખડી બાંધી

અમદાવાદ (Ahmedabad)  જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને મુસ્લિમ બહેનોએ રાખડી બાંધી. તો મુસ્લિમ બહેનોએ હિંદુ-મુસ્લિમો વચ્ચે એકતા જળવાય તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2022 | 6:28 AM

Ahmedabad : અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે રક્ષાબંધન  (Raksha bandhan) પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. જગન્નાથ મંદિરમાં બહેન સુભદ્રાએ ભગવાન જગન્નાથ અને બલભદ્રને વેદોક્ત મંત્રોચ્ચાર વચ્ચે રક્ષાસૂત્ર બાંધ્યું. આ પ્રસંગે પ્રભુની વિશેષ પૂજા કરવામાં આવી. જગન્નાથ મંદિરમાં (LordJagannath ) પ્રભુને ખાસ વાઘા પહેરાવીને આકર્ષક શણગાર કરાયો હતો. તો જગન્નાથ મંદિરમાં મનમોહક હિંડોળા પણ તૈયાર કરાયા છે, જે બહેનોને ભાઈ ન હોય તે પ્રભુને રાખડી (Rakhi) બાંધીને રક્ષાબંધન ઉજવે છે.અમદાવાદમાં શ્રદ્ધાળુ બહેનોએ મોટી સંખ્યામાં જગતના નાથને ભાવભેર રાખડી બાંધી.અમદાવાદ (Ahmedabad news)  જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને મુસ્લિમ બહેનોએ રાખડી બાંધી. તો મુસ્લિમ બહેનોએ હિંદુ-મુસ્લિમો વચ્ચે એકતા જળવાય તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી.

ગુજરાત CM ભૂપેન્દ્ર પટેલને બહેનોએ બાંધી રાખડી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) આજે રક્ષા બંધન પર્વ નિમિતે સમાજના વિવિધ વર્ગોની બહેનો તેમજ બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી. મહત્વનું છે કે,CMને રાખડી બાંધવા અમદાવાદ શહેર તેમજ જિલ્લા અને ગાંધીનગર (Gandhinagar) સહિત વિવિધ વિસ્તારોમાંથી માતાઓ અને બહેનો આવી રહી છે.આ સૌ બહેનોએ CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિકાસ અને પ્રગતિની નવી ઉંચાઈઓ પાર કરે તેવી મંગલ કામનાઓ કરી હતી.તમને જણાવી દઈએ કે, રાજ્યમંત્રી નિમિષા બહેન સુથાર (Nimisha Suthar) પણ આ અવસરે ઉપસ્થિત હતા અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને તેમણે રાખડી બાંધી હતી.

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">