અમદાવાદ : ગઢડાના એસપી સ્વામીની કારનો અકસ્માત, પોલીસે કરી એસપી સ્વામીની ધરપકડ

અમદાવાદ : ગઢડાના એસપી સ્વામીની કારનો અકસ્માત, પોલીસે કરી એસપી સ્વામીની ધરપકડ

| Edited By: | Updated on: Jan 03, 2024 | 6:53 PM

બેદરકારીથી વાહન હંકારવા અને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા બદલ એસપી સ્વામી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે એસપી સ્વામી સામે ગુનો નોંધાયા બાદ ધરપકડ કરવામાં આવી છે. એસપી સ્વામી બોટાદના ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન છે.

અમદાવાદમાં ગઢડાના એસપી સ્વામીની કારનો વહેલી સવારે એસજી હાઈવે પર થલતેજ પાસે અકસ્માત થયો હતો. એસપી સ્વામી પોતે ચલાવી રહ્યા હતા. પૂરપાટ ઝડપે આવતી કાર થલતેજ ટ્રાફિક બુથ સાથે અથડાતાં ટ્રાફિક બુથ તૂટી ગયું હતું. ત્યારે એસપી સ્વામી સામે ગુનો નોંધાયા બાદ ધરપકડ કરવામાં આવી છે. જોકે, તમામ કાર્યવાહી બાદ એસપી સ્વામીને જામીન પર છોડવામાં આવ્યા હતા.

બેદરકારીથી વાહન હંકારવા અને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા બદલ એસપી સ્વામી સામે ગુનો નોંધાયો હતો. એસપી સ્વામી બોટાદના ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન છે. તેઓ આજે એટલે કે 3 જાન્યુઆરીના રોજ વહેલી સવારે અમદાવાદના એસજી હાઇવે પર કાર ચલાવીને જઇ રહ્યા હતા. ત્યારે થલતેજ પાસે અચાનક જ તેમની કાર ટ્રાફિક પોલીસ બૂથ સાથે અથડાઇ હતી અને અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો બ્રેકિંગ ન્યૂઝ : ગઢડાના એસપી સ્વામીથી થયો અકસ્માત, એસજી હાઇવે પર પૂરપાટ જતી કાર ટ્રાફિક બુથ સાથે અથડાઇ