ગુજરાતમાં(Gujarat)ગીર સોમનાથમાં(Gir Somnath)રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક પર્વની(Republic Day)ઉજવણી થવાની છે. ત્યારે પર્વની પૂર્વ સંધ્યાએ ગીર સોમનાથને અદભૂત રોશનીથી શણગારવામાં આવ્યું હતું. જ્યારે પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ વેરાવળ સોમનાથ નગર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. ગીર-સોમનાથ જિલ્લામાં રાજ્યકક્ષાના 73માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવશે. CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સવારે 9 કલાકે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. આ સમારોહમાં સુરક્ષા દળની ૧૮ જેટલી ટુકડીઓ શિસ્તબદ્ધ રીતે પરેડમાં ભાગ લેશે. જેમાં કોસ્ટગાર્ડ, રેપિડ એક્શન ફોર્સ, મરીન કમાન્ડો, ગુજરાત વન વિભાગની મહિલા પ્લાટુન, ગુજરાત શ્વાન દળ, ગુજરાત અશ્વ દળ અને SRP પાઈપ બેન્ડ પ્લાટુન સામે રહેશે. આ રાષ્ટ્રીય પર્વના પ્રસંગે પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર-૨૦૨૨ વિજેતા અન્વી ઝાંઝુરૂકીયાનું સન્માન કરાશે. આ ઉપરાંત કરૂણા અભિયાન અંતર્ગત ખાસ કામગીરી કરનારી સંસ્થા તેમજ વ્યક્તિઓનું સન્માન કરાશે.
મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે સરકારે કોરોના પ્રોટોકોલ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથમાં હાજર રહેશે તો અન્ય મંત્રીઓ પણ જુદા-જુદા જિલ્લામાં હાજર રહેવાના છે. કોરોનાને લીધે સિમિત લોકોની હાજરીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે.
આ પણ વાંચો : Kutch : બોર્ડરવીંગના ત્રણ જવાનો અને એક હોમગાર્ડની રાજયપાલ ચંદ્રક માટે પસંદગી
આ પણ વાંચો :સ્વામી સચ્ચિદાનંદને પદ્મભૂષણ અન્ય સાત ગુજરાતી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત