વડોદરા વીડિયો : તાંદલજામાં SOGનો દરોડો, ત્રણ લાખથી વધુની કિંમતનું ઝડપાયું એમડી ડ્રગ્સ

વડોદરા વીડિયો : તાંદલજામાં SOGનો દરોડો, ત્રણ લાખથી વધુની કિંમતનું ઝડપાયું એમડી ડ્રગ્સ

| Edited By: | Updated on: Jan 21, 2024 | 12:06 PM

વડોદરાના તાંદલજામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. તાંદલજાના સનફાર્મા રોડની પાછળ આલેસા અસ સફા ફલેટમાં SOGના દરોડા પાડ્યા હતા. જ્યાંથી 3 લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતુ.

રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા વારંવાર નશાકારક પદાર્થ ઝડપાતો હોય છે. ત્યારે વડોદરાના તાંદલજામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. તાંદલજાના સનફાર્મા રોડની પાછળ આલેસા અસ સફા ફલેટમાં SOGના દરોડા પાડ્યા હતા. જ્યાંથી 3 લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતુ. 30 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરી નિલોફર સલમાની નામની મહિલાની અટકાયત કરી છે.

બીજી તરફ ગાંધીનગરના દહેગામમાંથી કેમિકલની આડમાં ધમધમી રહેલી ડ્રગ્સ ફેક્ટરીનો પણ પર્દાફાશ થયો હતો. DRIની તપાસમાં ડ્રગ્સનું દહેગામ કનેક્શન સામે આવ્યું હતુ.તપાસ કરવા પહોંચેલા અધિકારીઓની આંખો ત્યારે ફાટી ગઇ જ્યારે ખુલાસો થયો કે મેઘશ્રી એગ્રી ફાર્મા કંપનીના આડમાં ઉત્પાદીત થયેલા ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો