અમદાવાદમાં સોસાયટીઓમાં નવરાત્રિના ગરબાને લઈને તૈયારીઓ શરૂ, આવા હશે નિયમો

અમદાવાદની તમામ મોટી સોસાયટીઓના પ્રતિનિધિઓએ ગણેશ વિસર્જન બાદ બીજા જ દિવસે ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અમદાવાદ(Ahmedabad)શહેરમાં નવરાત્રિને(Navratri)લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં હવે નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સરકારે સત્તાવાર રીતે ઉજવણીની કોઈ જાહેરાત નથી કરી. પરંતુ શહેરની વિવિધ સોસાયટીઓના પ્રતિનિધિઓએ અત્યારથી જ નવરાત્રિની ઉજવણીની તૈયારીઓ આરંભી દીધી છે.

સોસાયટીના આયોજકોએ પોતાના મેમ્બર્સ માટે ગરબાનું આયોજન કરવાનું નક્કી કરી લીધુ છે. અમદાવાદની તમામ મોટી સોસાયટીઓના પ્રતિનિધિઓએ ગણેશ વિસર્જન બાદ બીજા જ દિવસે ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.મોટાભાગની સોસાયટીમાં 9 દિવસ માટે ડીજે અને ઓર્કેસ્ટ્રા સાથે માત્ર મેમ્બર્સ માટે ગરબા યોજાશે અને વૅક્સીન સર્ટિફિકેટ બાદ જ એન્ટ્રી આપવામાં આવશે.

સરકારની ગાઈડલાઈનનું પાલન થાય તેમજ 60 ટકાથી વધારે લોકો ભેગા ન થાય તે રીતે ગરબાનું આયોજન થશે. સોસાયટી સિવાયના લોકોને એન્ટ્રી આપવામાં નહીં આવે.

ઉલ્લેખનીય છે કે, ગણેશ સ્થાપન અને વિસર્જન પૂર્વે રાજ્ય સરકારે ધાર્મિક અને સામાજીક કાર્યક્રમમાં DJ અને બેન્ડવાજાને મંજૂરી આપી હતી. જેમાં કોરોના ગાઈડ લાઇનમાં અમલ સાથે વિસર્જન માટે માત્ર 15 લોકોને મંજૂરી આપવામાં આવી હતી. જો કે 400 લોકોની હાજરીમાં કાર્યક્રમની ઉજવણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. જો કે તેમાં નવરાત્રિને લઈને છૂટ મળશે કે નહિ તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી.

જો કે આ ઉપરાંત રાજ્ય સરકારે પણ નવરાત્રીના આયોજન અને વ્યવસ્થા અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર નવરાત્રીની મંજૂરી આપવી કે કેમ અને કેટલા વાગ્યા સુધી છૂટ આપવી તે અંગે યોગ્ય ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેશે. તેમજ વહેલી તકે તેની જાહેરાત પણ કરશે.

આ પણ વાંચો : Rajasthan: લો બોલો ! મેકડોનાલ્ડનાં બર્ગરમાં હતો ઝેરી વીંછી, ખાધા બાદ છોકરાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો : Surat : પીએમના જન્મદિવસે 2.05 લાખ લોકોને વેક્સિનનો રેકોર્ડ, પછીના 4 દિવસમાં ફક્ત 18,711 લોકોને જ વેક્સીન

Click on your DTH Provider to Add TV9 Gujarati