Surat : સંજયનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 8ની ધરપકડ, જુઓ Video

Surat : સંજયનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 8ની ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Jan 25, 2025 | 2:51 PM

ગુજરાતમાં ફરી એક વાર જુગારધામનો પર્દાફાશ થયો છે. સુરતના સંજયનગરમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ બાતમીના આધારે દરોડા પાડતા જુગારધામ ઝડપાયું હતુ,

ગુજરાતમાં ફરી એક વાર જુગારધામનો પર્દાફાશ થયો છે. સુરતના સંજયનગરમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ બાતમીના આધારે દરોડા પાડતા જુગારધામ ઝડપાયું હતુ, 48 હજાર રોકડ રકમ સહિત 1.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન આઠ જુગારીની ધરપકડ કરાઈ છે.

અમદાવાદમાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો

બીજી તરફ આ અગાઉ અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. SOGએ 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. જૈન દેરાસર નજીક એલીફંટા સોસાયટીના ફ્લેટમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે જીજ્ઞેશ પંડ્યા નામની વ્યક્તિના ઘરમાંથી 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કુલ 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. SOGએ પાંચ લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી