ઇડરના મુડેટી પાસે જંગલ વિસ્તારમાંથી કંકાલ મળી આવ્યું, ગૂમ યુવતીના અવેશેષ હોવાની આશંકા

| Updated on: Jan 28, 2024 | 4:59 PM

ઇડરના મુડેટી પાસે ડુંગરાળ સીમમાં આવેલ જંગલ વિસ્તારમાંથી માનવ કંકાલ મળી આવ્યુ છે. માથાનો ભાગ અને પગ સહિત કંકાલના હિસ્સાઓ મળી આવ્યા છે. ઘટના અંગે ઇડર પોલીસ સ્ટેશનને જાણ થતા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ શરુ કરી હતી.

ઇડરના મુડેટી નજીકના જંગલ વિસ્તારમાંથી એક માનવ કંકાલ મળી આવતા પોલીસે તપાસ શરુ કરી છે. ડુંગરાળ સીમમાં આવેલ જંગલ વિસ્તારમાં કંકાલ હોવાને લઈ ઈડર પોલીસને સ્થાનિક લોકોએ જાણ કરી હતી. જેને લઈ પીઆઈ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં માથા અને પગ સહિત ખોપરીનો ભાગ મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે ફોરેન્સીક તપાસ માટે મોકલી આપ્યુ હતુ.

આ પણ વાંચો: ભ્રષ્ટાચારીઓમાં ACBના ફફડાટ વચ્ચે ગાંધીનગરની ટીમને 150 રુપિયા ‘લેતો’ ST ડ્રાઇવર હાથ લાગ્યો!

આ ઉપરાંત આસપાસમાં તપાસ કરતા ચંપલ અને સાડી જેવી ચિજો પણ મળી આવતા એ દિશામાં પણ ઓળખ કરવાની તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસને પ્રાથમિક રીતે સિયાસણ ગામની યુવતી હોવાની આશંકા સર્જાઈ હતી. જે ગત ઓગષ્ટ માસમાં ગુમ થઈ હતી અને જે અંગેની ઇડર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને તપાસ જારી હતી. આ દરમિયાન કંકાલ મળતા હવે આ દીશામાં પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસે હત્યા અને આત્મહત્યાની દીશામાં  પણ તપાસ શરુ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો