લોકપ્રિય ગાયિકાની ગાયક મુકેશ પટેલે કરી છેડતી, ગાયિકાએ ચખાડ્યો મેથીપાક, વિડીયો થયો વાયરલ

વલસાડના વેલવાચ ગામે આયોજીત કાર્યક્રમમાં ગાયિકા સાથે ગાયક મુકેશ પટેલે અભદ્ર વર્તન કર્યું હતું. અને જેને લઈને ગાયક મુકેશ પટેલને હાઈવે પર બોલાવવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 7:04 PM

Valsad: સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. જેમાં એક ગાયિકા એક વ્યક્તિને મેથીપાક ચખાડી રહી છે. જેને લઈને માહિતી બહાર આવી રહી છે કે એ વ્યક્તિનું નામ મુકેશ પટેલ (Mukesh Patel) છે. ત્યારે મુકેશ પટેલે ગાયિકાની છેડતી કર્યાની વાત સામે આવી છે. ચાલુ કાર્યક્રમમાં ગાયિકાની (Famous Singer) છેડતીના મામલે ગાયક મુકેશ પટેલને ગાયિકાએ મેથી પાક ચખાડ્યો છે.

આ ઘટના વલસાડમાં સામે આવી છે. વલસાડના વેલવાચ ગામે આયોજીત કાર્યક્રમમાં ગાયિકા સાથે ગાયક મુકેશ પટેલે અભદ્ર વર્તન કર્યું હતું. અને જેને લઈને ગાયક મુકેશ પટેલને હાઈવે પર બોલાવવામાં આવ્યો હતો. મુકેશ પટેલને બોલાવીને સ્થાનિક યુવાનો અને પીડિત યુવતીએ માર માર્યો હતો. તો મેથીપાક મળ્યા બાદ લંપટ ગાયક મુકેશ પટેલે ગાયિકાની માફી માગી હતી. હાલ આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. વિડીયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જો કે આ મામલે કોઈ ફરિયાદ થયાની માહિતી હજુ સામે આવી નથી.

 

આ પણ વાંચો: Surat: મંત્રી મુકેશ પટેલની ફરિયાદ બાદ પેટ્રોલપંપ કંપની આવી હરકતમાં, નયારા કંપનીએ જાતે જ બંધ કર્યો પંપ

આ પણ વાંચો: CBSE 10th 12th Term-1 Admit Card 2021: CBSE ટર્મ-1 પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">