રાષ્ટ્રપ્રેમઃ પુત્રના લગ્નમાં મળેલ ભેટ-ચાંદલાને શહીદ વીર જવાન પરિવારોને અર્પણ કર્યા
પાટણમાં સિંધી સમાજના એક પરિવારે રાષ્ટ્ર પ્રેમ દર્શાવ્યો છે. પરિવારમાં દિકરાના લગ્ન પ્રસંગે ચાંદલો અને ભેટ જે મળે એ શહીદ વીર જવાનોના પરિવારને આપવાનો નિર્ણય કર્યો હતો. દેશકાજે લડતા સૈનિકોને માટે થઈને આ પહેલ પરિવારે કરી છે. પાટણના જય રામજી કી પરિવારે આ પહેલ કરીને સરસ પ્રેરણાદાયી સંદેશો આપ્યો છે.
જય રામજી કી પરિવારના દિકરાના લગ્ન પાટણમાં યોજાયા હતા. પાટણના આ પરિવારમાં પુત્રના લગ્ન હતા અને જેમાં ચાંદલાની મળનારી ભેટને તેઓએ શહીદ વીર જવાનોના પરિવારને અર્પણ કરવા માટેનો નિર્ણય કર્યો હતો. આ માટે તેઓએ પોતાના ત્યાં પુત્રના લગ્નમાં આવનારા તમામ મહેમાનોને પણ શહિદ પરિવારજનોને મદદ કરવાની ભાવનાની અપીલ કરી હતી.
મહેમાનોએ પણ પરિવારના મોભી ભોગીલાલની ભાવનાની પ્રેરણા લઈને શહીદ વીર જવાનોના પરિવારને મદદ કરવાના આશયથી ચાંદલો અને ભેટ હરખભેર આપી હતી. જેથી શહીદ વીર જવાનોને વધુમાં વધુ મદદ થઈ શકે છે. મહેમાનોએ પિતા ભોગીલાલ અને પુત્ર સતિષની ભાવનાને વખાણી હતી. મહેમાનોએ તેમના ભાવની સરાહના કરતા પ્રેરણા આપ્યાનો આભાર માન્યો હતો.
આ પણ વાંચોઃ 1 કરોડનું દેવું થઈ જતા 65 લાખની લૂંટનું રચ્યુ તરકટ, ફરિયાદી જ આરોપી નિકળ્યો
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 16, 2023 04:32 PM
Latest Videos